MORBI:મોરબીના ભરતનગર ગામે હત્યાના ગુનાના બે આરોપી ઝડપાયા

MORBI:મોરબીના ભરતનગર ગામે હત્યાના ગુનાના બે આરોપી ઝડપાયા
મોરબી તાલુકાના ભરતનગર ગામે ચોર સમજી લોકોએ અજાણ્યા પુરુષને માર મારતા તેનું મોત થયું હતું જે બનાવ મોરબી તાલુકા પોલીસમાં ફરજ બજાવતા કેતનભાઈ અજાણાએ અજાણ્યા માણસો વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૨૮ જુનના ફરિયાદી તેની ટીમ સાથે પીસીઆર વાનમાં ફરજ પર હોય ત્યારે રાત્રીના ૧૧ કલાકના સુમારે કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો હતો કે ખોખરા હનુમાન રોડ પર આવેલ રોસા બેલા સિરામિકમાં ઝઘડો થયેલ હોય જેથી પોલીસ મોકલો જે વર્ધી મળતા તાલુકા પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી જ્યાં આજુબાજુમાં પૂછપરછ કરતા આવો કોઈ બનાવ બન્યો ના હોવાનું જાણવા મળતા ટીમ પરત ફરતી હતી ત્યારે પોલીસ કર્મચારી મનીષભાઈ બારૈયાનો ફોન આવ્યો તમે કઈ બાજુ છો પૂછતાં બેલા ગામની સીમમાં ખોખરા હનુમાન રોડ પર હોવાનું જણાવ્યું હતું
જેથી તેઓએ ભરતનગર ગામ પાસે એક અજાણ્યા માણસને ગ્રામજનોએ પકડી રાખેલ છે પહોંચવાનું કહેતા ટીમ ભરતનગર ગામ પહોંચી હતી જ્યાં માણસો ભેગા થયા હતા અને રોયલ વે બ્રીજ પાસે એક ઇસમ બેઠો હોય જે ગભરાઈ ગયો હતો અને ધ્રુજતો હતો જેને માથામાં ઈજા થઇ હોવાનું જણાઈ આવ્યું હતું અજાણ્યા ઈસમને સારવાર માટે પૂછતાં તેને મોઢું ડગાવી હા પડતા પીસીઆરમાં બેસાડી સારવાર માટે ખસેડાયો હતો જેનું નામ ઠામ પૂછતાં કાઈ બોલતો ના હતો અને સર્કીટ હાઉસ મોરબી પાસે પહોંચતા અજાણ્યા ઈસમને આંચકી આવતા ૧૦૮ ને ફોન કર્યો હતો અને ૧૦૮ ઈમરજન્સી સ્ટાફ આવી જતા સારવાર ચાલુ કરી હતી અને બાદમાં મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં ફરજ પરના ડોકટરે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ રીફર કર્યો હતો
રાજકોટ હોસ્પિટલ સારવાર માટે લઇ જતા ડોક્ટરે અજાણ્યા ઈસમને મૃત જાહેર કર્યો હતો જેથી ફોરેન્સિક પીએમ કરાવ્યું હતું જેમાં યુવાનને માથાના ભાગે સખ્ત પદાર્થ વડે ગંભીર ઈજા પહોંચતા મોત થયાનું ખુલ્યું હતું આમ અજાણ્યા પુરુષ આશરે ૨૫ થી ૪૦ વર્ષ વાળાને અજાણ્યા માણસોએ કોઈ કારણોસર માથાના ભાગે બોથડ પદાર્થ વડે માર મારી ગંભીર ઈજા પહોંચાડી હત્યા કરી હતી મોરબી તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ ચલાવી હતી જે હત્યાના ગુનામાં પોલીસે આરોપી ગુંજારીયા વેલજીયા જુગડાભાઈ સસ્તીયા (ઉ.વ.૩૦) રહે હાલ ભરતનગર અને આનંદ વિઠલભાઈ ભુવા (ઉ.વ.૨૫) રહે ભરતનગર એમ બે આરોપીને ઝડપી લઈને વધુ તપાસ ચલાવી છે










