MORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારા તાલુકાના શિક્ષક વિરમભાઈ દેસાઈની ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ તરીકે વરણી કરાઈ

TANKARA:ટંકારા તાલુકાના શિક્ષક વિરમભાઈ દેસાઈની ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ તરીકે વરણી કરાઈ

 

 

ટંકારા તાલુકાના શિક્ષકોના પ્રશ્નો માટે સતત કાર્યશીલ અને શિક્ષકો માટે હંમેશા દોડતા રહેતા એવા હાલમાં ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી તરીકે કાર્યરત એવા વિરમભાઈ દેસાઈની ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવતા સમગ્ર મોરબી જિલ્લાના શિક્ષકો તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

Oplus_131072

શિક્ષકોને સમયસર પગાર તેમજ અન્ય લાભો મળી રહે તે માટે રાત દિવસ જોયા વિના વિરમભાઈ સતત કાર્યશીલ છે ત્યારે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રાજ્ય સંઘની કારોબારી માટે રાજ્ય પ્રતિનિધિ તરીકે પસંદ કરવામાં આવેલ હતા. રાજ્ય સંઘની ચૂંટણીમાં દિગ્વિજયસિંહ જાડેજાનો પ્રમુખ તરીકે અને જૈમીનભાઈ પટેલનો મહામંત્રી તરીકે વિજય થતા નવી કારોબારીના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં ટંકારાના વિરમભાઈ દેસાઈની ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ તરીકે વરણી થતા ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કલ્પેશભાઈ ફેફર, તમામ કારોબારી સભ્યો તેમજ ટંકારા તાલુકાના તમામ શિક્ષકોએ રાજીપો વ્યક્ત કરી શુભેચ્છાઓ પાઠવી હતી

Oplus_131072

Back to top button
error: Content is protected !!