TANKARA ટંકારાના રોહીશાળા ગામે ત્રિત્રોડા ટાંક પરિવાર દ્વારા કુળદેવી માં શ્રી ચામુંડા માતાજીનો ૩૪મો પાટોત્સવની ઉજવણી કરવામાં આવી

TANKARA ટંકારાના રોહીશાળા ગામે ત્રિત્રોડા ટાંક પરિવાર દ્વારા કુળદેવી માં શ્રી ચામુંડા માતાજીનો ૩૪મો પાટોત્સવની ઉજવણી કરવામાં આવી
રીપોર્ટ લલીત નિમાવત બાલ઼ંભા..
જોડિયા :- ગુજરાત અને બાહર વસાહત કરતાં શ્રી ગુજર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ માં ચિત્રોડા ટાંક ના સમસ્ત કુળદેવી માં ચામુંડા માતાજી ટંકારા તાલુકા ના રોહીશાળા ગામે ભવ્ય મંદિર માં વિરાજી રહયાં છે. દર વર્ષે ચૈત્ર સુદ ૧૩ ના દિવસે માતાજી નો પાટોત્સવ ની ઉજવણી ચિત્રોડા ટાંક પરિવાર ની ઉપસ્થિત માં માતાજી ની પુજનવિધી, હોમાત્મક યજ્ઞ, આરતી, મહાપ્રસાદ નું આયોજન કરાય છે ચાલું વર્ષે ચૈત્ર સુદ ૧૩ ના દિવસે માં ચામુંડા માતાજી નો ૩૪ મો. પાટોત્સવ નિમિત્તે મોટી સંખ્યામાં સમસત ટાંક પરિવાર ના સભ્યો એ માં ના દર્શન ઉપરાંત હોમાત્મક યજ્ઞ અને મહાપ્રસાદ નો લાભ લીધો. જેમ જેમ ચિત્રોડા ટાંક ના પરિવાર ને રોહીશાળા માં કુળદેવી માં ચામુંડા માતાજી વિરાજે તેમ તમે પરિવાર સભ્યો પાટોત્સવ સમય પોતાની ઉપસ્થિતિ દર્જ કરાવે છે. વર્ષો પહેલા જોડિયા ના ટાંક પરિવાર ના વડવાઓએ રાજસ્થાન સ્થિત ચિત્તોડગઢ જયાં ચિત્રોડા ટાંક ની કુળદેવી માં ચામુંડા માતાજી વિરાજે છે ત્યાં થી ખબર પડી કે ગુજરાત ના રાજકોટ જીલ્લા ના રોહીશાળા ગામમાં ટાંક પરિવાર ના મકાન ના ગોખલા માં વિરાજે છે આ વાત ને જોડિયા ના વડીલો જયાં ચિત્રોડા ટાંક પરિવાર રહે છે જાતે ગામે ગામે ફરીને સંપર્ક કર્યો અને માતાજી ને ગોખલા માં મુકિત અપાવી ને મંદિર ની અંદર પ્રાણ પ્રતિષ્ઠા દ્વારા સ્થાપના જે ૧૯૯૨ માં ધૂમધામથી કરવામાં આવેલ જે આજે માં ચામુંડા માતાજી નો ૩૪ માં મંગળ પ્રવેશ નિમિત્તે પાટોત્સવ ની ઉજવણી કરાઈ.











