હાલોલ તાલુકા માં વરસેલા વરસાદ ને કારણે પાણીમાં તણાઈ જવાથી બે ના મોત નીપજ્યા
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૭.૮.૨૦૨૪
હાલોલ નગર તેમજ પંથકમા જન્માષ્ટમી ને સોમવાર ના રોજ વહેલી સવારથી મંગળવાર બપોર સુધી ખાબકેલા અતિ ભારે 12 ઇંચ જેટલા વરસાદ ને પગલે હાલોલ તાલુકાના વાંકડિયા ગામે તેમજ પાવાગઢ તળેટી ખાતે આમ બે જગ્યાએ બે વ્યક્તિઓના વરસાદના પગલે મોત નીપજયા હોવાનું જાણવા મળી આવ્યું છે.પ્રાપ્ત વિગતો અનુસાર ભારેથી અતિ ભારે વરસેલા વરસાદને પગલે હાલોલ તાલુકાના વાંકડિયા ગામે રહેતા રમેશભાઈ ગોવિંદભાઈ રાઠવા ગામના કોતરમાં સોમવારના રોજ તણાઈ ગયા હતા.તેમના પરિવાર અને ગ્રામજનો દ્વારા તેમની શોધખોળ કરવામાં આવતા જેઓનો મૃતદેહ જ્યાંથી તણાયા હતા ત્યાંથી થોડે દૂર મંગળવારના રોજ સવારે મળી આવ્યો હતો. જ્યારે બીજા બનાવમાં તાલુકાના યાત્રાધામ પાવાગઢ ની તળેટીમાં રહેતા વિપુલભાઈ રમેશચંદ્ર ત્રિવેદી નો મૃતદેહ મંગળવારના રોજ પાવાગઢ કિલ્લા ના પ્રવેશ દ્વાર પાસેથી મળી આવ્યો હતો. જોકે ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું છે. કે તંત્ર દ્વારા પાણીના નિકાલની વ્યવસ્થિત આયોજનના અભાવે આ ભાઈ પાણીમાં તણાયા હોવાના આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે.આમ તાલુકા માં અલગ અલગ ગામોમાં વરસેલા ભારે વરસાદને કારણે પાણીમાં તણાઈ જવાથી બે વ્યક્તિઓના મોત નીપજયા હતા.