TANKARA ટંકારાના છતર નજીક જીઆઇડીસીમાં વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સો ઝડપાયા

TANKARA ટંકારાના છતર નજીક જીઆઇડીસીમાં વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સો ઝડપાયા
ટંકારા તાલુકાના છતર જીઆઇડીસીમાં આવેલ ગોડાઉનમાંથી મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ત્રણ ઇસમોને ટંકારા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે.
ટંકારા પોલીસના સર્વેલન્સ સ્ટાફ નાઇટ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન સર્વલન્સ સ્ટાફને મળેલ ખાનગી રાહે બાતમી મળેલ કે, છતર જી.આઇ.ડી.સી.માં આવેલ જલારામ પ્લાસ્ટીક નામના ગોડાઉનની બાજુમાં આવેલ નામ વગરનું ગોડાઉન પ્રિન્સ વિરેન્દ્રભાઇ ઝાલરીયા રહે. મોરબી વાળાએ ભાડેથી રાખી તે ગોડાઉનમાં ચોરી છુપીથી અલગ અલગ વાહનોમાં પરપ્રાંતમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો લાવી તેનો સંગ્રહ કરી ચોરીછુપીથી તેનુ વેચાણ કરે છે. અને હાલમાં તે ગોડાઉનમાં વાહનો, માણસોની શંકાસ્પદ પ્રવૃતિ ચાલુ હોવાની બાતમીના આધારે રેઇડ કરતા નામ વગરના ગોડાઉનમાં (૧) ટ્રક કન્ટેનર ટ્રેઇલર નંબર-RJ-01-GB-5019 (૨) બોલેરો પીકઅપ વાહન નંબર-GJ-36-V-3401 તથા ગોડાઉનમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૫૯૪૦ કી.રૂ.૭૭,૨૨,૦૦૦/- તથા પ્લાસ્ટીકના ચપલા નંગ-૨૭,૬૦૦ કી.રૂ.૨૭,૬૦,૦૦૦/- અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ.૧,૩૦,૦૨,૦૦૦/- ના મુદામાલ સાથે ત્રણ ઇસમો કમલેશ બાપુલાલ વડેરા રહે. જોલાવટ ગામ તા.કલીનજરા જી.બાસવાડા (રાજસ્થાન), જીતમલ કાલીયા કટારા રહે. રતનપુરા નોગામાં તા.બાગીદોરા જી.બાસવાડા (રાજસ્થાન), તથા નાનીલા વાલીયા સીંગાડા રહે. જાંબુડી ગામ તા.કલીનજરા જી.બાસવાડાવાળાને પકડી પાડી પુછપરછ કરતા અન્ય પાંચ ઇસમો કેહરારામ હરખારામ રહે. સેવરો કા બાસ લુણાડા, બાડમેર (રાજસ્થાન), પ્રિન્સ વિરેન્દ્રભાઇ ઝાલરીયા રહે. મોરબી, માણસુરભાઇ દેવદાનભાઈ ડાંગર રહે. મોરબી, બોલેરો પીકઅપ વાહન નંબર-GJ-36-V-3401 નો ચાલક રાજુરામ રહે. રાજસ્થાન, તથા ટ્રક ટ્રેઇલર નંબર-RJ-01-GB-5019 માં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી મોકલનાર સહિત કુલ-૮ ઇસમો વિરૂદ્ધ ટંકારા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.








