GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાના ગજડી ગામે વાડીઓમાં કોપર વાયર ચોરીને અંજામ આપનાર બે ઇસમો ઝડપાયા 

 

TANKARA:ટંકારાના ગજડી ગામે વાડીઓમાં કોપર વાયર ચોરીને અંજામ આપનાર બે ઇસમો ઝડપાયા

 

ટંકારા તાલુકાના ગજડી ગામે અલગ અલગ વાડી વિસ્તારમાંથી કોપર વાયરની ચોરી થયેલ હોવાની નોંધાયેલ ફરિયાદને આધારે ટંકારા પોલીસ મથક પીઆઇ કે.એમ.છાસીયાની સુચના તેમજ માર્ગદર્શન મુજબ ટંકારા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન બે ઇસમો મોટર સાયકલમાં પ્લાસ્ટીકનુ બાચકુ લઇ નીકળતા જે શંકાસ્પદ જણાઇ આવતા મજકુર બન્ને ઇસમોને રોકી મોટર સાયકલમાં રાખેલ પ્લાસ્ટીકના બાચકામાં તપાસ કરતા કોપર વાયરના ગુંચરા ભરેલ હોય જે કોપર વાયરના આધાર પુરાવા બીલ માંગતા ગલ્લા તલ્લા કરી કોઇ સંતોષકારક જવાબ આપતા ન હોય જેથી બન્ને ઇસમોની યુકિત-પ્રયુકિતની સઘન પુછપરછ કરતા તા.૦૨/૦૨/૨૦૨૬ થી તા.૦૩/૦૨/૨૦૨૬ ના રાત્રીના સમયે ગજડી ગામે અલગ અલગ વાડી વિસ્તારમાંથી કેબલ ચોરી કરેલ હોવાની કબુલાત આપતા હોય જેથી જરૂરી પુરાવાઓ એકત્રીત કરી આરોપી પારસીંગ મંગુભાઇ ડામોર ઉવ-૩૪ રહે. હાલ-ગજડી તા-ટંકારા મુળગામ- ચોટીયા બયડી તડવી ફળીયુ તા-જોબટ જી-અલીરાજપુર (એમ.પી) તથા આરોપી અનીલભાઈ ગુમાનભાઇ પસાયા ઉવ.૨૪ રહે-હાલ ગજડી તા-ટંકારા મુળગામ-તેજારીયા તડવી ફળીયુ તા-કાલીદેવી જી-જામ્બુવા (એમ.પી) વાળાની અટક કરવામાં આવી હતી. આ સાથે પોલીસે આરોપી પાસેથી ૨૫ કિલો કોપર વાયર કિ.રૂ.૧૨,૫૦૦/-, હીરો સ્પ્લેન્ડર પ્લસ રજી.નં. એમપી-૪૫-એમયુ-૭૯૨૧ કિ.રૂ.૨૫ હજાર તથા ત્રણ નંગ મોબાઇલ કિ.રૂ.૧૫ હજાર સહિત રૂ.૫૨,૫૦૦/-નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!