LUNAWADAMAHISAGAR

મહીસાગર જિલ્લાના સિંઘનેલી ગામમાં જોઈન્ટ ડાયરેક્ટર પશુપાલન વિભાગના અધ્યક્ષ સ્થાને પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજવામાં આવી

વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા

મહીસાગર જિલ્લાના સિંઘનેલી ગામમાં જોઈન્ટ ડાયરેક્ટર પશુપાલન વિભાગના અધ્યક્ષ સ્થાને પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજવામાં આવી

મહીસાગર જિલ્લાના સિંઘનેલી ગામ માં નાગણેશ્વરી મંદિરના સાનિધ્ય હેઠળ આજે જોઈન્ટ ડાયરેક્ટર પશુપાલન વિભાગના અધ્યક્ષ સ્થાને પ્રાપ્ત પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજવામાં આવી હતી જેમાં પ્રાકૃતિક ખેતી કરવા માટે ની તાલીમમાં ભેગા થયેલ ખેડૂત ભાઈઓ અને બહેનો ને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ તાલીમમાં આત્મા પ્રોજેક્ટના અધિકારી કર્મચારીઓ તેમજ પશુપાલન વિભાગના અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા અને ખેડૂતોને આગામી સમયમાં દરેક ખેડૂતના ના ખેતરમાં ઓછી વધતી પ્રાકૃતિક ખેતી કરીને તેમનો આરોગ્ય સચવાઈ રહે અને ભવિષ્યને પેઢી માટે જમીન માં ફળદ્રુપતા જળવાઈ રહે તે માટે આહવાન કર્યો હતો.

વધુમાં આ તાલીમમાં જણાવવામાં આવ્યુ હતું કે, પ્રાકૃતિક ખેતી એટલે નહીવત ખર્ચને ખેતી છે અને આ પ્રમાણે ખેતી કરવાથી જમીનની ફળદ્રુપતા જળવાય છે. ગૌ માતાની સાચા અર્થમાં સેવા થાય છે તેમજ સાથે સાથે મનુષ્ય નું આરોગ્ય અને તંદુરસ્તી પણ સચવાઈ રહે છે અને ખેડૂતોની આવકમાં વધારો થાય છે તેમજ જમીનમાં દુર્લભ જરૂરી અત્યંત મહત્વના સૂક્ષ્મ જીવાણુ બેક્ટેરિયા તેમજ અળસીયા જે ખેડૂતોનો સાચા અર્થમાં મિત્ર ગણાય છે તેનું પણ રક્ષણ થાય છે.

ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા અંગે શપથ પણ લેવડાવ્યા હતા. આ તાલીમમાં પ્રાકૃતિક ખેતી ના પાંચ આયામ જેવા કે બીજામૃત,જીવામૃત,આચ્છાદન,વાપસા અને મિશ્ર પાક વિશે સમજ આપીને ઊંડાણપૂર્વક તાલીમ આપવામાં આવી હતી અંતે આ તાલીમ માં ખેડૂતલક્ષી પ્રશ્નો તેમજ તેના સંતોષકારક જવાબ નિષ્ણાતો દ્વારા હકારાત્મક સમજણ આપવામાં આવી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!