TANKARA:ટંકારા નશાકારક ગોગો સ્ટીક તથા રોલીંગ પેપ૨નુ વેંચાણ કરતા બે ઈસમો ઝડપાયા

TANKARA:ટંકારા નશાકારક ગોગો સ્ટીક તથા રોલીંગ પેપ૨નુ વેંચાણ કરતા બે ઈસમો ઝડપાયા
મોરબી પોલીસ અધિક્ષકની સુચના અન્વયે પોલીસ ઇન્સ્પેકટર મોરબી એસ.ઓ.જી. દ્વારા ગેરકાયદેસર નશાકારક ગોગો સ્ટીક તથા રોલીંગ પેપરનુ વેંચાણ થતુ અટકાવવા માટે ગુજરાત સરકારના જાહેરનામાંની અમલવારી કરી, આવી ગેરકાયદેસર પ્રવૃતિ આચરનાર ઇસમો વિરૂદ્ધ અસરકારક કાર્યવાહી કરવા જણાવેલ હોય જે આધારે એસ.ઓ.જી. સ્ટાફને મળેલ બાતમી હકીકત આધારે ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેઇડ કરતા ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ બે ઇસમો (૧)એજાજભાઈ ગનીભાઈ જુણાય ઉ.વ.૩૫ ૨હે. મેમણશેરી ટંકારા તથા (૨)ઈકબાલભાઈ આદમભાઈ માડકીયા ઉવ.૫૧ ૨હે. સંધીવાસ ટંકારા વાળાને ઝડપી લેવામાં આવ્યા હતા, આ સાથે એસઓજી પોલીસ ટીમે આરોપીઓ પાસેથી નશાકારક ગોગો સ્ટીક નંગ-૫૧ તથા રોલીંગ પેપ૨ નંગ-૨૫ જપ્ત કરી બન્ને આરોપીઓ વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા હેઠળ ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસર કાર્યવાહી કરેલ છે.
મોરબી જીલ્લા પોલીસે દ્વારા પ્રજાજોગ સંદેશ આપતા જણાવ્યું છે કે, આવી નશાકારક ચીજવસ્તુના સેવનથી દુર રહેવુ તેમજ આવી કોઇ ગેરકાયદેસર પ્રવૃતિ આલના જાણમાં આવે તો નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરી આવી ગેરકાયદેસર પ્રવૃતિ અટકાવવાના ઝુંબેશમાં સહભાગી થવા અપીલ કરવામાં આવી છે.







