TANKARA:ટંકારા રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત લજાઈ કન્યા તાલુકા શાળામાં ચિત્ર સ્પર્ધાનું આયોજન
TANKARA:ટંકારા રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત લજાઈ કન્યા તાલુકા શાળામાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ
આજરોજ તા-૨૭/૦૯/૨૦૨૪ શુક્રવારના દિવસે મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ અંતર્ગત તાલુકા હેલ્થ ઓફિસ-ટંકારા દ્વારા રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત લજાઈ કન્યા તાલુકા શાળા – લજાઈ માં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ જેમાં ૭૫ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા ભાગ લીધેલ.
આ કાર્યક્રમમાં પ્રા.આ.કે. – લજાઈ ના મેડિકલ ઓફિસર ડો. સૃષ્ટિ ભોરણીયા મેડમ દ્વારા વિદ્યાર્થીઓને તમાકુના વિવિધ પ્રકારના વ્યસન કરવાથી શરીર પર થતી શારીરિક અસરો તથા વિવિધ ભયંકર રોગો વિશે માર્ગદર્શન આપેલ જેમાં પ્રથમ,દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ વિદ્યાર્થીઓને સ્કૂલબેગ,કંપાસ,બોટલ,પેન,પેન્સિલ જેવા પ્રોત્સાહન તરીકે ઇનામ આપવામાં આવેલ. જેમાં પી.એચ.સી. લજાઇના મેડિકલ ઓફિસર ડો. સૃષ્ટિ ભોરણીયા, મનસુખભાઈ મસોત (MPHS), કેતનભાઈ બારૈયા (MPHW) અને શાળાના પ્રિન્સિપાલ નીતિનભાઈ માંડવીયા , RBSK ટીમ તથા શાળાના શિક્ષકો હાજર રહેલ. કાર્યક્રમના અંતમાં શાળાના બધા જ બાળકોને આરોગ્યપ્રદ નાસ્તો કરાવવામાં આવેલ હતો.