TANKARA:ટંકારાના વિરપર ગામના વિઘાર્થીઓનું HSC બોર્ડમાં ઉત્કૃષ્ટ પરિણામ
TANKARA:ટંકારાના વિરપર ગામના વિઘાર્થીઓનું HSC બોર્ડમાં ઉત્કૃષ્ટ પરિણામ
ગયકાલે સોમવારના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ , અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું.
જેમા મોરબીના વિરપર ગામના ચાર વિધાર્થીઓએ ઝળહળતુ પરિણામ હાંસલ કરેલ છે જેમાં ધોરણ -૧૨ વિજ્ઞાન પ્રવાહમાં એલીટ સ્કૂલની વિદ્યાર્થીની લીખીયા ઋત્વિ ચંદ્રકાંતભાઈએ 99.13 PR A1ગ્રેડ પ્રાપ્ત કરેલ છે. જ્યારે હળવદની તક્ષશિલા વિદ્યાલયની વિદ્યાર્થીની સિણોજીયા નિધી જયસુખભાઇ એ ધો-12 સામાન્ય પ્રવાહના પરિણામમાં ગ્રેડ -A1 પ્રાપ્ત કરેલ છે. તેમજ મોરબીની નાલંદા વિદ્યાલયના વિદ્યાર્થી રાજપરા નેહલ અરવિંદભાઈ એ ધોરણ -12 સામાન્ય પ્રવાહમાં 99.94PR મેળવી ગ્રેડ-A1 પ્રાપ્ત કરેલ છે. અને મોરબીની કન્યા છાત્રાલયની વિદ્યાર્થી ચાવડા ઉર્વશીબેન દિનેશભાઇએ ધોરણ -12 વિજ્ઞાન પ્રવાહમાં 98.43 PRસાથે ગ્રેડ- A1 મેળવેલ છે જેથી ઉચ્ચ પરિણામ મેળવી ઉતીર્ણ થવા બદલ વિદ્યાર્થીઓને સમસ્ત વિરપર ગામ તેમજ વિરપર ગામના સરપંચ મહેશભાઈ લિખિયા તથા વાત્સલ્યમ્ સમાચાર ટીમ પરિવાર દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી છે.