વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ,તા-૧૩ સપ્ટેમ્બર : આંગણવાડીઓમાં અલગ અલગ પ્રવૃતિઓ તેમજ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
રાજયભરમાં ૭ માં પોષણ માહની ઉજવણી થઇ રહી છે ત્યારે તાજેતરમાં ICDS વિભાગ દ્વારા કચ્છની વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં બાળ તુલા દિવસની ઉજવણી તથા માંડવી, ભચાઉ, ગાંધીધામ, લખપત, અંજાર મુકામે પોષણ માહ અંતર્ગત અલગ અલગ પ્રવૃતિઓ તેમજ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આંગણવાડીના વિવિધ લાભાર્થીઓ સગર્ભા માતા,ધાત્રી માતા અને કિશોરીઓને પોષણ યુક્ત આહાર તથા પોષણ રંગોળી, પોષણ મટકા, પોષણ રેલીના માધ્યમથી રોજિંદા ખોરાકમાં જરૂરી કઠોળ, લીલા શાકભાજીનું મહત્વ સમજાવામાં આવ્યું હતું. વાલીઓને તેમના બાળકોના વૃદ્ધિ દેખરેખ અંતર્ગત ગ્રોથ ચાર્ટ બતાવીને જરૂરી સમજ આપવામાં આવી હતી. ઉપરાંત આંગણવાડીના THR તેમજ મિલેટ્સના ઉપયોગ વડે બનતી વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ નિદર્શનમાં ભાગ લેનાર તમામને પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપી પ્રોત્સાહિત ભેટ આપવામાં આવી હતી.આ પ્રસંગે કિશોરીઓના HBની તપાસ કરવામાં આવી હતી સાથે સાથે આ પોષણ માહનું સ્લોગન “ એક પેડ માં કે નામ” તે સિદ્ધ થાય તે હેતુથી નખત્રાણાના વિથોણ મુકામે કેમ્પમાં પધારેલા મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતું. લોકોમાં પોષણ અંગેની જાગરૂકતા વધે તે હેતુથી મુન્દ્રા મુકામે “પોષણ અદાલત” નામનું નાટક રજૂ કરવામાં આવ્યું. જેમાં કિશોરીઓને આંગણવાડીમાં આપવામાં આવતા પૂર્ણા શક્તિના પેકેટનો શું લાભ છે તે અંગેની સમજ આપવામાં આવી હતી. આટલું જ નહિ ભુજ -૩ ઘટકના ૩૨ કુપોષિત બાળકોન અર્બન સેન્ટર પર રીફર કરવામાં આવ્યા હતા તથા ડોકટર પાસે તેઓની તપાસ કરાવવામાં આવી હતી. રાપર મુકામે સ્વસ્થ બાળ સ્પર્ધાનું આયોજન કરીને પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યું હતું.રોજિંદી કામગીરીને ધ્યાને રાખી રાપરના નિવૃત પામેલ આંગણવાડી કાર્યકર તેડાગર એવા ૧૨ બહેનોને રૂ. ૧૧,૧૭,૯૦૮ના ગ્રેજ્યુટીના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.