BANASKANTHAGUJARATPALANPUR
શ્રી મીરાદાતાર સર્વોદય વિદ્યાલય,ઉનાવા તા.ઊંઝા જી.મહેસાણા ખાતે સ્વયં શિક્ષકદિનની ઉજવણી કરાઈ
7 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રી મીરાદાતાર સર્વોદય વિદ્યાલય,ઉનાવા તા.ઊંઝા જી.મહેસાણા ખાતે સ્વયં શિક્ષકદિનની ઉજવણી કરાઈ.અમારી ઉપરોક્ત શાળામાં સ્વયં શિક્ષકદિનની ઉજવણી અનેરા ઉત્સાહ સાથે કરવામાં આવી હતી.જેમાં વિદ્યાર્થીઓ સ્વયં શિક્ષકદિનમાં આચાર્ય,ઉપાચાર્ય, ક્લાર્ક,શિક્ષકો,સેવકો બન્યા હતા.જેમાં ખુબજ શાંતિમય અને સુંદર કામગીરી કરી વાતાવરણને શિક્ષક પ્રત્યેનું ભાવાવરણ ઉભુ કરાયું હતું.શાળાના શિક્ષકો દ્વારા નિર્ણય કાઢી શ્રેષ્ઠ શિક્ષક તરીકે શાળાના મંત્રીશ્રી પ્રતાપભાઈ એસ.ચૌઘરી દ્વારા બિરદાવાયા હતા.તેમજ સ્વયં શિક્ષક તરીકે બનેલા તમામને સ્ટાફ અને મંડળ દ્વારા અલ્પાહાર અપાયો હતો.
આચાર્યશ્રી અને શિક્ષકોએ અભિનંદન પાઠવ્યા હતા.તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની વિદ્યાર્થીનીઓએ કર્યું હતું.