GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારા નિઃશુલ્ક યોગ ટ્રેનર તાલીમ વર્ગમાં ગુરૂ પૂર્ણિમાના પાવન પર્વ પર યોગ, યજ્ઞ અને વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો

TANKARA:ટંકારા નિઃશુલ્ક યોગ ટ્રેનર તાલીમ વર્ગમાં ગુરૂ પૂર્ણિમાના પાવન પર્વ પર યોગ, યજ્ઞ અને વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો

 

 

ગુરુ પૂર્ણિમા પર્વ નિમિતે ટંકારા તાલુકાના કન્યા પ્રાથમિક શાળા ખાતે યોગ કોચ કંચનબેન સારેસા તથા ડિમ્પલબેન સારેસા દ્વારા ચાલી રહેલ GSYB નિઃશુલ્ક યોગ ટ્રેનર તાલીમ વર્ગમાં ગુરૂ પૂર્ણિમાના પાવન પર્વ પર યોગ, યજ્ઞ અને વૃક્ષા રોપણ કાર્યક્રમનો ત્રીવેણી સંગમ જોવા મળેલ જેમાં અતિથી વિશેષ તરીકે ટંકારા તાલુકાના પીએસઆઈ શ્રી એમ. જે. ધાધલ સાહેબની વિષેશ હાજરી રહેલ જેઓએ તાલીમાર્થીઓને યોગ કરીને પ્રેક્ટીકલ નૌલી ક્રિયા, મયુરચાલ મયૂરઆસન જેમાં કઠિન આસન કરીને બતાવેલ આ કાર્યક્રમમાં વૃક્ષારોપણના વૃક્ષો તથા નાસ્તાના આયોજન માટે તાલીમ લઈ રહેલ યોગ તાલીમાર્થી ફિરોજખાન પઠાણ જેઓ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન માં એ.એસ.આઇ તરીકે ફરજ બજાવે છે તેઓ દ્વારા પૂરી પાડવામાં આવેલ, આ યોગ તાલીમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અતંર્ગત નિઃશુલ્ક ૨ મહિના સુધી આપવામાં આવી રહેલ છે યોગ વર્ગમાં તાલીમ લઈ રહેલ યોગ ટ્રેનર તાલિમ બાદ નિઃશુલ્ક યોગ વર્ગ ખોલશે અને લોકોને સ્વસ્થ સારું સ્વાસ્થ્ય પ્રદાન કરશે અને કક્ષા લેનારને યોગ બોર્ડ દ્વારા માનદ વેતન મળવા પાત્ર હોઈ છે ગુજરાતમાં હાલ ૧ લાખ યોગ ટ્રેનર યોગ બોર્ડના ચેરમેન શ્રી યોગસેવક શિશપાલજીની આગેવાની દ્વારા તાલીમ પૂર્ણ કરી ચૂક્યા છે જેમનું લક્ષ્ય ગુજરાતને યોગમય બનાવવાનો છે.

Back to top button
error: Content is protected !!