MORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:100 બટાલિયન રેપીડ એક્શન ફોર્સેએ ટંકારા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી

TANKARA:100 બટાલિયન રેપીડ એક્શન ફોર્સેએ  ટંકારા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી

 


ગુજરાતની પ્લાટુન દ્વારા અમદાવાદ 100 બટાલિયન રેપીડ એક્શન ફોર્સે દ્વારા ટંકારા પોલીસ સ્ટેશન ખાતે મુલાકાત લીધી હતી. જેમાં ગુજરાતના એક પ્લાટુન રતુલદાસ કમાન્ડર, 100 બટાલિયન રેપીડ એક્શન ફોર્સના માર્ગદર્શનમાં મોરબીમાં તારીખ 24-8-2024થી તારીખ 28-8-2024 સુધી કૈલાશ ચંદ્રના નેતૃત્વમાં પરિચય અભ્યાસ હેતુ મોકલવામાં આવ્યા હતા.

આ મુલાકાત દરમ્યાન આજરોજ જિલ્લા અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ, સહાયક કમાન્ડર આઈ. પી.એસ. કૈલાશ ચંદ્રએ જિલ્લામાં આર. એ.એફ દ્વારા કરવામાં આવેલ પરિચિત અભ્યાસની જાણકારી આપી હતી. આ પરિચિત અભ્યાસનો હેતુ નિયુક્ત પ્લાટુનનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લાના જિલ્લાધિકારી અને પોલીસ અધિક્ષક સાથે મુલાકાત કરી જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોની જાણકારી મેળવી જિલ્લાના વિસ્તારના વરિષ્ઠ નાગરિકો, સમાજસેવકો અને મહાનુભાવો સાથે મુલાકાત કરી અને ભૂતકાળમાં બનેલા રમખાણો અને અન્ય ગતિવિધિઓ અંગે માહિતી મેળવવાનો છે.આ કાર્યક્રમમાં પીએસઆઇ ધાંધલ સાહેબ તેમજ પ્રવીણભાઈ મેવા અને તમામ પોલીસ સ્ટાફ જિલ્લા પંચાયતના સદસ્ય ભુપતભાઈ ગોધાણી તાલુકા ભાજપના પ્રમુખ કાનાભાઈ ત્રિવેદી તેમજ તાલુકા પંચાયતના સભ્ય સલીમભાઈ આમદભાઈ ઇરફાનભાઇ હેમંતભાઈ વગેરે ગામના આગેવાનો હાજર રહ્યા હતા

Back to top button
error: Content is protected !!