MORBI:મોરબી તાલુકા માં શિક્ષક દંપતી ને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ એનાયત કરી સન્માન કરાયું

MORBI:મોરબી તાલુકા માં શિક્ષક દંપતી ને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ એનાયત કરી સન્માન કરાયું
મોરબીમાં જિલ્લા/તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકો અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને નવયુગ સ્કુલ વિરપર ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી.
દર વર્ષે ૦૫ સપ્ટેમ્બરના રોજ ભારતના શિક્ષકોને તેમના અથાગ પ્રયત્નો અને સમર્પણભાવ માટે તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે ત્યારે મોરબીમાં નવયુગ સ્કુલ, વિરપર ખાતે જિલ્લા કક્ષાનો શિક્ષક દિનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જેમાં મોરબી તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક પ્રજ્ઞેશકુમાર ગણેશભાઈ આદ્રોજા. શ્રી પોલીસ લાઈન કુમાર તાલુકા શાળા મોરબી (ગણિત વિજ્ઞાન શિક્ષક)તેમજ સુમિત્રાબેન કાંતિલાલ દેત્રોજા શ્રી ગોકુલ નગર પ્રાથમિક શાળા મોરબી
(ગણિત વિજ્ઞાન શિક્ષક) આ શિક્ષક દંપતી ને મહાનુભાવો ના હસ્તે મોરબી તાલુકામાં દંપતીને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ અર્પણ કરી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.







