GUJARATJUNAGADHKESHOD

આદર્શ નિવાસી શાળા કેશોદ ખાતે કલા મહાકુંભ સ્પર્ધા 2024-25 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

આદર્શ નિવાસી શાળા કેશોદ ખાતે કલા મહાકુંભ સ્પર્ધા 2024-25 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ,ગુજરાત સરકાર તથા કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી જુનાગઢ દ્વારા સંચાલિત કેશોદ તાલુકા કક્ષાના કલામહાકુંભ સ્પર્ધાનું આયોજન આદર્શ નિવાસી શાળા કેશોદના પટાંગણમાં નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ જૂનાગઢના પી.ડી.સરવૈયાના અધ્યક્ષ સ્થાનેથી કરવામાં આવ્યું હતું.સ્પર્ધા પૂર્વે કેશોદના ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ,નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા,મામલતદાર એસ.આર.મહેતાએ સૌ સ્પર્ધકોને શુભેચ્છા પાઠવી હતી.સ્પર્ધાના પ્રારંભે શાળાના આચાર્ય બી.એસ.ભાવસારે શાબ્દિક સ્વાગત કર્યું હતું અને કન્વીનર ડૉ.હમીરસિંહ વાળાએ આ સ્પર્ધા અંગેની વિસ્તૃત જાણકારી આપી હતી. આ કાર્યક્રમમાં સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા શહેર પ્રમુખ હિરેનભાઈ ભોરાણીયા,પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ ભાલારા,પ્રોફેસર પી.એસ.ગજેરા ,પ્રિન્સિપાલ જ્યોતિબેન,વિવેકભાઈ કોટડીયા,અશ્વિનભાઈ કુંભાણી,મિતુલભાઈ ડાંગર,અશોક નાથજી,બી.આર.સી. ભરતભાઈ નંદાણીયા અને મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી એ.કે.રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. કેશોદ તાલુકા કક્ષાની આ સ્પર્ધામાં 350 કરતાં વધારે સ્પર્ધકો અને 35 કરતાં વધારે સંસ્થાએ ભાગ લઈ તાલુકાકક્ષાની 14 કૃતિમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે ડોક્ટર ભુપેન્દ્ર જોશી સાથે આર.પી.સોલંકી, ડૉ.ઉષાબેન લાડાણી, સુભાષભાઈ વાળા,તૃપ્તિબેન જોશી,એચ.પી.ગોસ્વામી, ભાવેશભાઈ ઝાલા, જે.એસ.ભારવાડીયા, એચ.એન.બારડ, એમ.ડી.દાહીમા, એચ.એસ.મુછાળ, વિજયસિંહ વાળા અને અજય ઠાકોરે બજાવી હતી. સ્પર્ધામાં ઉપસ્થિત તમામ કલાકારોને નાયબ નિયામક પી.ડી.સરવૈયાએ શુભેચ્છા પાઠવી હતી અને સુંદર આયોજન માટે સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા. ઉપસ્થિત અધિકારી, પદાધિકારી,સ્પર્ધકો, વાલીગણ સૌના આભાર સાથે સ્પર્ધાના પ્રથમ વિજેતા આગામી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરે અને કેશોદ તાલુકાનું ગૌરવ વધારે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!