GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ માં ટેકનોપેક પોલીમર્સ લિમિટેડ મોરબી નું ગૌરવ

MORBI:વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ માં ટેકનોપેક પોલીમર્સ લિમિટેડ મોરબી નું ગૌરવ
ગુજરાત સૌરાષ્ટ્રના ઔદ્યોગિક વિકાસને વેગ મળે નવું રોકાણ ગુજરાતમાં આવે અને સ્થાનિક ઉત્પાદનો વૈશ્વિક સ્તર સુધી પહોંચે એ હેતુથી ગુજરાતમાં 2003 થી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વાઇબ્રન્ટ સમિટનો પ્રારંભ કરાયો છે ત્યારે તાજેતરમાં મારવાડી યુનિવર્સિટી રાજકોટ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ કચ્છ સૌરાષ્ટ્ર સમિટમાં સૌરાષ્ટ્ર કચ્છના વિવિધ ઉદ્યોગો એ ભાગ લીધો હતો જેમાં તારીખ 12 ડિસેમ્બરના રોજ એવોર્ડ સ્વીકાર સમારંભ યોજાયો હતો જેમાં ટેકનોપેક પોલીમર્સ લિમિટેડ મોરબી ને ગુજરાત સરકાર દ્વારા બેસ્ટ MSME રીજનલ સૌરાષ્ટ્ર કચ્છ એવોર્ડ 2024-25 તરીકે પસંદ કરી એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો જે બદલ કંપનીના ડિરેક્ટર કલ્પેશભાઈ પંડ્યા એ સરકારનો ખુબ ખુબ આભાર માન્યો હતો.







