MORBI:મોરબી ઓમ શાંતિ વિદ્યાલય, ખાતે ‘તેજસ્વી તારલા સન્માન સમારોહ’ ભવ્ય રીતે સંપન્ન

MORBI:મોરબી ઓમ શાંતિ વિદ્યાલય, ખાતે ‘તેજસ્વી તારલા સન્માન સમારોહ’ ભવ્ય રીતે સંપન્ન
મોરબી: શહેરની અગ્રણી શૈક્ષણિક સંસ્થા જય સરદાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઓમશાંતિ વિદ્યાલયમાં ગત તારીખ 17/02/2026 ના રોજ વર્ષ દરમિયાન શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓ અને કર્મનિષ્ઠ શિક્ષકોનો ‘તેજસ્વી તારલા સન્માન સમારોહ’ અત્યંત હર્ષોલ્લાસ સાથે યોજાયો હતો.
શિક્ષણ ક્ષેત્રના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ
કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મોરબી જિલ્લા શિક્ષણાધિકારી શ્રી કમલેશભાઈ મોતાં સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં શાળાના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી ટી.ડી. પટેલ સાહેબ, શ્રી બાબુભાઈ પટેલ સાહેબ, પ્રિન્સિપાલ શ્રી વીરડિયા સાહેબ તેમજ વાઈસ પ્રિન્સિપાલ શ્રી મિલાપભાઈ શુક્લની ગરિમામય હાજરીમાં દીપ પ્રાગટ્ય કરી સમારોહ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
‘સ્કૂલ ઓન વ્હીલ્સ’ અને સામાજિક ઉત્તરદાયિત્વ
આ પ્રસંગે શાળા દ્વારા ચલાવવામાં આવતા વિશેષ સેવાકીય પ્રોજેક્ટ ‘સ્કૂલ ઓન વ્હીલ્સ’ ની વિશેષ નોંધ લેવામાં આવી હતી. આ પ્રોજેક્ટ અંતર્ગત શાળાની બસ દરરોજ ઝૂંપડપટ્ટીના વિસ્તારોમાં જઈ વંચિત બાળકોને સ્થળ પર જ શિક્ષણ પૂરું પાડે છે અને બાળકોને પૌષ્ટિક નાસ્તો પણ આપવામાં આવે છે. આ પ્રોજેક્ટની બે તેજસ્વી (સુપર ટેલેન્ટ) બાળાઓને મહાનુભાવોના હસ્તે ખાસ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.શ્રેષ્ઠ શિક્ષકો અને વિદ્યાર્થીઓનું સન્માન
જિલ્લા શિક્ષણાધિકારીશ્રીના હસ્તે શાળાના શ્રેષ્ઠ શિક્ષકો શ્રી મિલાપભાઈ શુક્લ તથા અલ્પાબેન ગોસ્વામીને તેમની પ્રશંસનીય કામગીરી બદલ ચેક અર્પણ કરી સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત, વિવિધ શ્રેણીમાં અવ્વલ રહેલા તેજસ્વી તારલાઓને પ્રમાણપત્ર, શિલ્ડ અને મનપસંદ ઇનામો આપી નવાજવામાં આવ્યા હતા: • નિયમિત હોમવર્ક: ૧૦૦ વિદ્યાર્થીઓ • હાજરીમાં નિયમિતતા: ૯૭ વિદ્યાર્થીઓ
• શૈક્ષણિક ક્રમાંક (રેન્કર્સ): ૧૦૦ વિદ્યાર્થીઓ • કુલ 297 વિધાર્થીઓ શાળાના ટ્રસ્ટીગણ અને આચાર્યશ્રીએ તમામ વિજેતાઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી અને આ ઉમદા કાર્યમાં સહભાગી થનાર તમામ સ્ટાફ મિત્રોનો આભાર માન્યો હતો










