MORBI:મોરબીમાં કન્યા છાત્રાલય રોડથી બાયપાસ સુધી પ્રોજેક્ટનું ટેન્ડર જાહેર કર્યું

MORBI:મોરબીમાં કન્યા છાત્રાલય રોડથી બાયપાસ સુધી પ્રોજેક્ટનું ટેન્ડર જાહેર કર્યું
મોરબી શહેરના ઝડપી વિકાસ અને જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓને મજબૂત બનાવવા માટે મોરબી મહાનગરપાલિકાએ આજે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. મહાનગરપાલિકાની સીવિલ અને સિટી બ્યુટીફિકેશન શાખાની યાદી મુજબ કન્યા છાત્રાલય રોડ (શનાળા રોડ) થી બાયપાસ સુધીના માર્ગના વિકાસ માટેનું ટેન્ડર લાઈવ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈનનું નિર્માણ, બોક્સ કલ્વર્ટની સુવિધા તેમજ અંદાજિત ૧૦ મીટર પહોળો નવો સી.સી. રોડ બનાવવાના કામ માટે ટેન્ડર લાઇવ કરવામાં આવ્યું છે. આ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પસંદ થયેલી એજન્સી દ્વારા કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવશે. મહાનગરપાલિકાએ જણાવ્યું છે કે આ પ્રોજેક્ટ પૂર્ણ થશે ત્યાર બાદ શહેરના આ મહત્વપૂર્ણ માર્ગ પર ટ્રાફિક, પાણી ભરાવાની સમસ્યા દૂર થશે અને લોકોને સલામત, સુગમ માર્ગ સુલભ થશે.









