GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:CMUBS યોજના અંતર્ગત મોરબીમાં ૩૦ CNG સીટીબસ માટેનું ટેન્ડર લાઈવ

MORBI:CMUBS યોજના અંતર્ગત મોરબીમાં ૩૦ CNG સીટીબસ માટેનું ટેન્ડર લાઈવ

 

મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને સુવિધાજનક, સુરક્ષિત અને પર્યાવરણમૈત્રી જાહેર પરિવહન સેવા ઉપલબ્ધ કરાવવા હેતુસર રાજ્ય સરકારની Chief Minister Urban Bus Service (CMUBS) યોજના અંતર્ગત મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
CMUBS યોજના હેઠળ મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ ૩૦ (ત્રીસ) CNG આધારિત સીટીબસો માટેનું ટેન્ડર લાઈવ કરવામાં આવેલ છે. આ બસો આધુનિક સુવિધાઓથી સજ્જ રહેશે અને શહેરના મુખ્ય માર્ગો, રહેણાંક વિસ્તારો, શૈક્ષણિક સંસ્થાઓ, ઔદ્યોગિક વિસ્તારો તથા વેપાર કેન્દ્રોને જોડતા રૂટ પર સંચાલિત કરવામાં આવશે.


આ પ્રોજેક્ટ અમલમાં આવવાથી શહેરમાં ટ્રાફિકનો ભાર ઘટાડવામાં સહાય મળશે, પ્રદૂષણમાં ઘટાડો થશે અને નાગરિકોને સસ્તી, સુલભ અને સમયબદ્ધ જાહેર પરિવહન સેવા મળશે. ખાસ કરીને વિદ્યાર્થીઓ, કામદારો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને વિશેષ લાભ મળશે.
ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિયમ મુજબ પસંદગી થયેલ એજન્સી દ્વારા ટૂંક સમયમાં સેવા શરૂ કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!