MORBI:મોરબીમાં પ્રતાપ સર્કલથી નેશનલ હાઈવે સુધી વાઈટ ટોપિંગ રોડનું ટેન્ડર લાઈવ.

MORBI:મોરબીમાં પ્રતાપ સર્કલથી નેશનલ હાઈવે સુધી વાઈટ ટોપિંગ રોડનું ટેન્ડર લાઈવ.
મોરબી શહેરના ટ્રાફિકથી ધમધમતા એવા પ્રતાપ સર્કલથી નેશનલ હાઈવે (એનએચ-૨૭) સુધીના ચક્કર રોડને હવે નવી ચમક મળશે. મોરબી મહાનગરપાલિકાની સિવિલ અને સિટી બ્યુટીફિકેશન શાખા દ્વારા જાહેર કરાયેલા અહેવાલ મુજબ, આ માર્ગ પર વાઈટ ટોપીંગ ટ્રીટમેન્ટના કામનું રૂ.૬.૯૪ કરોડનું ટેન્ડર લાઈવ કરવામાં આવ્યું છે. આ યોજનામાં સબગ્રેડ લેયરમાં ૨૦૦ મી.મી. ડબલ્યુ.બી.એમ, સબબેઝ લેયરમાં ૧૫૦ મી.મી. પીસીસી ટ્રીટમેન્ટ અને એમ-૩૫ ગ્રેડ સાથે ૨૫૦ મી.મી. વાઈટ ટોપીંગ લેયરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આશરે ૧૦ મીટર પહોળાઈ ધરાવતા આ રોડના કામથી માર્ગ વધુ ટકાઉ અને સમતલ બનશે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થતા જ પસંદગી થયેલી એજન્સી દ્વારા કામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. રોડ તૈયાર થયા બાદ આસપાસની સોસાયટીઓના રહેવાસીઓ અને શહેરીજનોને સુખાકારીની નવી સુવિધા પ્રાપ્ત થશે અને ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો થશે.










