GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી શહેરના મધ્ય માંથી પસાર થતી મચ્છુ નદી પર શાંતિવન આશ્રમ થી વેજીટેબલ રોડને જોડતા ડાઉનસ્ટ્રીમ બ્રીજના ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરાઈ

 

MORBI:મોરબી શહેરના મધ્ય માંથી પસાર થતી મચ્છુ નદી પર શાંતિવન આશ્રમ થી વેજીટેબલ રોડને જોડતા ડાઉનસ્ટ્રીમ બ્રીજના ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરાઈ

 

આથી મોરબી મહાનગરપાલિકા દ્વારા મોરબી શહેરના મધ્ય ભાગમાંથી મચ્છુ નદી પસાર થાય છે. હાલ મચ્છુ નદી ઉપર એક આવન અને એક જાવન માટેના બ્રીજ ઉપલબ્ધ હોવાથી સમગ્ર મોરબી શહેરનો ટ્રાફિક આ જ બ્રીજો પરથી પસાર થાય છે, જેના કારણે શહેરમાં ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાય

મોરબી શહેરની ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે મચ્છુ નદી ઉપર પાડાપુલની ડાઉનસ્ટ્રીમ બાજુ નવા બ્રીજના નિર્માણ માટે DPR (ડિટેઈલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ) તૈયાર કરવામાં આવેલ છે. આ પ્રોજેક્ટ માટે ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડની યોજના અંતર્ગત રૂ. ૪૦,૦૦ કરોડના અંદાજિત ખર્ચ સાથે ટેન્ડર પ્રક્રિયા લાઈવ કરવામાં આવેલ છે.

પ્રસ્તાવિત બ્રીજમાં અંદાજીત ૧૬ ગાળા, ૧૦.૫૦ મીટર પહોળો કેરેજ-વે તથા બન્ને બાજુ ૧.૫૦ મીટર પહોળી ફુટપાથનો સમાવેશ કરવામાં આવેલ છે. આ બ્રીજનું નિર્માણ શાંતિવન આશ્રમથી શરૂ થઈ મોરબી-ર વિસ્તારમાં આવેલ વેજીટેબલ રોડ સુધી કરવામાં આવશે.

આ યોજના પૂર્ણ થવાથી વી.સી. પરા, લાયન્સનગર, રણછોડનગર, અમરેલી વિસ્તારના રહીશો તેમજ મોરબી-૨ થી વિશીપરા વચ્ચે અવરજવર કરતા નાગરિકોને ટ્રાફિક સમસ્યામાં નોંધપાત્ર રાહત મળશે અને શહેરના વાહન વ્યવહારને વધુ સુવ્યવસ્થિત બનાવવામાં મદદરૂપ થશે.

આ રીતે, પ્રસ્તાવિત બ્રીજ યોજના દ્વારા મોરબી શહેરના નાગરિકોને આધુનિક અને મહત્વપૂર્ણ સુવિધા ઉપલબ્ધ થશે તેમ મોરબી મહાનગરપાલિકાની સીવીલ અને સીટી બ્યુટીફીકેશન શાખાની અખબાર યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!