GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં વ્યાજખોરીનો આતંક: 65 હજાર સામે 50 હજારનું વ્યાજ ચૂકવ્યા છતાં આધેડને મળી ધમકી

 

 

MORBI:મોરબીમાં વ્યાજખોરીનો આતંક: 65 હજાર સામે 50 હજારનું વ્યાજ ચૂકવ્યા છતાં આધેડને મળી ધમકી

 

​મોરબી: શહેરમાં વ્યાજખોરોનો આતંક અટકવાનું નામ નથી લઈ રહ્યો. લિલાપર વિસ્તારમાં રહેતા એક આધેડે લીધેલી ઉછીની રકમ સામે અધધ વ્યાજ ચૂકવ્યું હોવા છતાં, વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.



​મોરબીના લિલાપર પ્રકાશનગર સોસાયટીમાં રહેતા 46 વર્ષીય હરેશભાઈ માવજીભાઈ જાદવે સો ઓરડી વિસ્તારના બે શખ્સો સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.ઉછીની રકમ: ₹65,000 (ફેબ્રુઆરી 2022 અને માર્ચ 2023 દરમિયાન લીધેલ)​વ્યાજનો દર: 5% લેખે ​ચૂકવેલું વ્યાજ: ₹50,000 ​આરોપીઓ: મહેશભાઈ ધનજીભાઈ જાદવ અને ધનજીભાઈ દેવજીભાઈ જાદવ
​ધમકી અને પોલીસ કાર્યવાહી ​ફરિયાદીના જણાવ્યા અનુસાર, મુદ્દલ રકમ જેટલું વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં, આરોપીઓ અવારનવાર રૂબરૂ આવીને તથા ફોન પર બાકીની રકમ અને વ્યાજ ભરવા માટે દબાણ કરતા હતા. ધમકીઓથી કંટાળીને આધેડે કાયદાનો સહારો લીધો છે.​પોલીસે BNS કલમ: 351(2), 351(4), 54 ​ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ: કલમ 40 અને 42 ​હાલમાં બી ડિવિઝન પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીઓને પકડવા અને વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!