BANASKANTHAGUJARATKANKREJ

કાંકરેજ તાલુકાના તાણામાં શ્રી સરસ્વતી શિશુ મંદિર ખાતે પૂર્વછાત્ર સંમેલન યોજાયું..

કાંકરેજ તાલુકાના તાણા (થરા) ખાતે આવેલ શ્રી સરસ્વતી શિશુ મંદિરમાં શિક્ષણની સાથે સાથે માધવ સ્મુર્તિ ટ્રસ્ટ પરિવાર તેમજ ગુરૂગણ અને દીદીનો વિધાર્થીઓના ઘડતર સાથે અનેક સેવાકીય કાર્ય કરી રહ્યા છે.ત્યારે આજરોજ તા. ૦૬/૧૦/૨૦૨૪ ને રવિવારના રોજ સવારે પૂર્વછાત્ર સંમેલન યોજાયું હતું.

કાંકરેજ તાલુકાના તાણામાં શ્રી સરસ્વતી શિશુ મંદિર ખાતે પૂર્વછાત્ર સંમેલન યોજાયું..

કાંકરેજ તાલુકાના તાણા (થરા) ખાતે આવેલ શ્રી સરસ્વતી શિશુ મંદિરમાં શિક્ષણની સાથે સાથે માધવ સ્મુર્તિ ટ્રસ્ટ પરિવાર તેમજ ગુરૂગણ અને દીદીનો વિધાર્થીઓના ઘડતર સાથે અનેક સેવાકીય કાર્ય કરી રહ્યા છે.ત્યારે આજરોજ તા. ૦૬/૧૦/૨૦૨૪ ને રવિવારના રોજ સવારે પૂર્વછાત્ર સંમેલન યોજાયું હતું.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સમર્પિત કાર્યકર્તાઓના સહચિંતનના ફળ સ્વરૂપે “શિક્ષણ દ્વારા સમાજ પરિવર્તનના“ લક્ષ્ય સાથે વર્ષ ૧૯૫૨ માં ઉત્તર પ્રદેશ રાજ્યના ગોરખપુરમાં વિદ્યાભારતી દ્વારા સૌ પ્રથમ શિશુમંદિરની શુભ શરૂઆત થયેલ તેનો વિકાસ વિસ્તાર દિન પ્રતિદિન વધતા દેશના અન્ય રાજ્યો મહાનગરો નગરો તેમજ ગ્રામીણ વિસ્તારોમાં પણ શિશુમંદિરની શરૂઆત થઈ ત્યારે બનાસકાંઠા એટલે ગુજરાત રાજ્યમાં આવેલ એક સરહદી જિલ્લો ત્રણ દાયકા પહેલા આ જિલ્લામાં શિક્ષણનું પ્રમાણ એકદમ નહિવત હતું. દરેક સમાજનું જીવન-ધોરણ ખેતી અને પશુપાલન પર જ નિર્ભર હતું આવા પછાત વિસ્તારમાં વિદ્યાદીપ પ્રગટાવો એ ખૂબ જ મોટો પડકાર હતો.પરંતુ વિદ્યાભારતીના “હમારા લક્ષ્ય” ને ક્રિયાન્વીત કરવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોએ ૧૧ મી ઓગસ્ટ ૧૯૯૪ માં કાંકરેજ તાલુકાનાં થરા નગરમાં ભાડાના એક નાનકડા મકાનમાં ૩૦ થી ૩૫ બાળકો અને ૩ આચાર્યો સાથે વાટિકા એકમની શરૂઆત કરી અને શિશુમંદિરના શ્રી ગણેશાય થયેલ વર્ગના ક્રમિક વધારા સાથે ૧૯૯૬ માં પ્રાથમિક એકમની પણ શરૂઆત થઈ ભાડાના નાનકડા મકાનમાં તથા કેટલીક દુકાનનોના રૂમ ભાડે રાખી અધધધ.મુશ્કેલીઓની વચ્ચે પણ આ શિક્ષણ રૂપી યજ્ઞ ચાલતો રહ્યો.વર્ષ-૨૦૦૧ માં સોન-અંશુલ ગાંધી પરિવાર તરફથી વિદ્યાલયના પોતાના મકાન માટે જમીન સંપાદન કરવામાં આવી.૧૫ મી જાન્યુઆરી ૨૦૦૨ ના રોજ ભવન નિર્માણ કાર્યક્રમ કરી નવીન બાંધકામ શરૂ થયુ જેમાં શ્રી મણીબેન અમથાલાલ પટેલ પ્રાથમિક ભવન,શ્રી વિજયાબેન ચીમનલાલ સોની વાટિકા ભવન, અને ડી.નવીનચંદ્ર ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઈ પ્રાર્થના હોલના દાતાઓનો સહયોગ મળ્યો.વર્ષ ૨૦૦૩ માં એક પવિત્ર યજ્ઞ સાથે પોતાના નવીન ભવનમાં મંગળ પ્રવેશ કર્યો.સાથે સાથે એ જ વર્ષથી વિદ્યાલયમાં માધ્યમિક એકમની પણ શુભ શરૂઆત થઈ.આજથી ૨૯ વર્ષ પહેલાં પછાત વિસ્તારમાં પ્રગટાવેલી એક નાનકડો વિદ્યાદીપ આજે શિક્ષણ ક્ષેત્રે દીપમાળા બનીને ઝળહળી રહેલ છે.આ દીપમાળાની તેજસ્વીતાના વર્તુળો વધુમાં વધુ વિસ્તરતા રહે તે માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા અને ગુરૂજનો અથાગ મહેનત કરી રહ્યા છે અને શિશુમંદિરે નગરમાં એક માતૃ સંસ્થાનું સ્થાન પ્રાપ્ત કરેલ છે.તાજેતરમાં જ તાણા પંચાયત દ્વારા શિશુમંદિરને શ્રેષ્ઠ વિદ્યાલયનું બિરૂદ પણ આપેલ વર્તમાન સમયમાં ૭૨૦ થી વધુ વિદ્યાર્થીઓ વિદ્યાલયમાં અભ્યાસ કરી રહ્યા છે.૩૮ આચાર્યો ૫ સહાયક ગણ તથા ૨૦ થી વધુ ટ્રસ્ટી-વ્યવસ્થાપકો આ સેવા યજ્ઞમાં પોતાનાં સમય રૂપી આહુતિ આપી રહ્યા છે. સંસ્થા સમગ્ર તાલુકામાં શ્રેષ્ઠ પરિણામ મેળવી રહેલ છે.આવી શ્રેષ્ઠ શ્રી સરસ્વતી શિશુમંદિર પ્રાથમિક-માધ્યમિક વિધાલયમાં પૂર્વછાત્ર સંમેલન યોજાયું ત્યારે ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ બનાસકાંઠા વિભાગ કાર્યવાહ દશરથભાઈ ઠક્કર (ઢીમા) નું ટ્રસ્ટી ઈશ્વરભાઈ ઠકકરે સ્વામી વિવેકાનંદની પ્રતિમા દ્વારા સન્માન કર્યું હતું. થોડા સમય પહેલા ૧૪૦ પૂર્વછાત્રો દ્વારા ઓન લાઈન રજીસ્ટ્રેશન કરાયું જેમાંથી ૮૦ વિધાર્થીઓ હાજર રહી વંદના, પરિચય બૌદ્ધિક બાદ નાની મોટી રમતો રમી ગરબે ઘૂમી બપોરે ભોજન પ્રસાદ લઈ સૌ છુટા પડ્યા હતા.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. ૯૯૭૯૫ ૨૧૫૩૦

Back to top button
error: Content is protected !!