GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં આમ આદમી પાર્ટીએ તિરંગા યાત્રા યોજીને ભારતીય સેનાની બહાદુરીને બિરદાવી

MORBI:મોરબીમાં આમ આદમી પાર્ટીએ તિરંગા યાત્રા યોજીને ભારતીય સેનાની બહાદુરીને બિરદાવી

 

મોરબી : શૌર્યવાન અને પરાક્રમી ભારતીય સેના દ્વારા પાકિસ્તાન પર કરાયેલી કાર્યવાહીને બિરદાવવા આજે સાંજે મોરબી શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો રાષ્ટ્રધ્વજ સાથે જોડાયા હતા.

આમ આદમી પાર્ટી દ્વારા મોરબી શહેરના જુના બસ સ્ટેન્ડ થી નગર દરવાજા સુધી આ તિરંગા યાત્રા યોજાઈ હતી. આ દરમિયાન આમ આદમી પાર્ટીના પંકજભાઈ રાણસરિયાએ જણાવ્યું હતું કે, પુલવામા અને પહલગામમાં આતંકી હુમલા બાદ દેશની જનતામાં આક્રોશ હતો. ત્યારે ભારતીય સેનાએ પાકિસ્તાન અને આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો છે. આતંકી સંગઠનોને નષ્ટનાબૂદ કર્યા છે. ત્યારે જવાનોને વીરતાના પ્રતીક રૂપે અને શૌર્યને બિરદાવવા અને જુસ્સો વધારવા માટે આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબીવાસીઓ જોડાયા છે.આગામી દિવસોમાં કોઈપણ સંકટ સમયમાં બ્લડ ડોનેશન કેમ્પ કે અન્ય પરિસ્થિતિમાં સેનાના જવાનોની સાથે દેશના યુવાનો ખડેપગે રહેશે.

Back to top button
error: Content is protected !!