MORBI:મોરબી સબજેલમાં વચગાળાના જામીન મેળવી ફરાર થયેલ આરોપી ઝડપાયો

MORBI:મોરબી સબજેલમાં વચગાળાના જામીન મેળવી ફરાર થયેલ આરોપી ઝડપાયો
મોરબીની સબ જેલમાં ત્રણ દિવસના વચગાળાના જામીન પર મુક્ત થયેલ આરોપી પેરોલ જંપ કરી નાસી ગયો હતો અને ૧૪ માસથી ફરાર આરોપીને હળવદ ખાતેથી ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
તા. ૨૬-૧૧ થી ૧૨-૧૨ સુધી પેરોલ ફર્લો જંપ આરોપીને ઝડપી લેવા ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી તાલુકા પોલીસ મથક અને સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં બે ગુનામાં મોરબી સબ જેલમાં કાચા કામના કેદી નંબર ૯૧૭/૨૦૨૪ દિવ્યરાજસિંહ ઉર્ફે લક્કી નરેન્દ્રસિંહ રાઠોડ તા. ૨૮-૦૮-૨૦૨૪ ના રોજ ત્રણ દિવસના વચગાળાના જામીન પર રજા પર જેલમુક્ત થયો હતો જેને તા. ૦૧-૦૯-૨૪ ના રોજ હાજર થવાનું હતું પરંતુ વચગાળાના જામીન પરથી ફરાર થયો હતો જે કેદીને બાતમીને આધારે હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી લઈને મોરબી સબ જેલ હવાલે કરવામાં આવ્યો છે







