ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી, ભરૂચ દ્નારા વર્ષ ૨૦૨૪-૨૫માં અંદાજિત રૂ.૧૧૨૦૪.૩૫ લાખની રોયલ્ટીની વસુલાત કરી સમગ્ર ગુજરાત રાજ્યમાં ત્રીજુ સ્થાન પ્રાપ્ત કર્યું

**
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લામાં વર્ષ ૨૦૨૪-૨૫માં ગેરકાયદેસર ખનિજ ખોદકામ, વહન અને સંગ્રહના ૪૩૭ જેટલા કેસો નોંધાયા
*
તાજેતરમાં ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી, ભરૂચની તપાસટીમ દ્વારા ભરૂચ જીલ્લાના અનેક સ્થળોએ દરોડા
**
ભરૂચ- શનિવાર – સરકારશ્રીની તિજોરીને નાણાકીય આવક કરવામાં ભરૂચ જિલ્લાએ વિશેષ યોગદાન આપ્યું છે. ભરૂચ જિલ્લામાં હાલ ખનિજની કુલ ૨૧૧ કાર્યરત લીઝો આવેલી છે. સરકારની તિજોરીમાં વર્ષ ૨૦૨૪-૨૫માં અંદાજિત રૂ.૧૧૨૦૪.૩૫ લાખની રોયલ્ટીની આવકની વસુલાત કરી સમગ્ર ગુજરાત રાજ્યમાં ત્રીજુ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
ભરૂચ જિલ્લામાં વર્ષ ૨૦૨૪-૨૫ માં ગેરકાયદેસર ખનિજ ખોદકામ, વહન અને સંગ્રહના ૪૩૭ જેટલા કેસો કરી, રાજ્ય સરકારશ્રીની તિજોરીમાં રૂ.૮૫૦.૬૩ લાખની વસુલાત કરવામાં આવી છે. તેમજ જે કિસ્સામાં કસુરદાર દંડકીય રકમ ભરપાઇ કરવા રસ ન ધરાવતા હોય તેવા કસુરદારો સામે ફરીયાદ પણ દાખલ કરવા સુધીની કાર્યવાહી કરાઈ છે.
ભરૂચ જીલ્લામાં જિલ્લા વહીવટીતંત્રની આગેવાનીમાં ગેરકાયદેસર ખનિજ ખોદકામ, વહન અને સંગ્રહ ન થાય તે માટે અવાર-નવાર ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરીના ફીલ્ડ સ્ટાફ દ્વારા આકસ્મિક તપાસણી કરવામાં આવે છે. તેમજ સંબધિત તાલુકાના પ્રાંત અધિકારીશ્રીઓ અને મામલતદારશ્રીઓ પણ કામગીરી કરતા હોય છે. તેમ છતાં ભરૂચ જિલ્લામાં કોઈ પણ પ્રકારની મંજુરી કે સરકારી પરવાનગી વગર બિનઅધિકૃત ખાણકામ, વહન, સંગ્રહ અંગેના કેસો ઘ્યાને આવતા તપાસ હાથ ધરી, ગુજરાત ખનિજ (ગેરકાયદેસર ખાણકામ, હેરફેર અને સંગ્રહ નિવારણ) નિયમો-૨૦૧૭ ના નિયમોની જોગવાઈ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.
તાજેતરમાં, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી, ભરૂચની તપાસટીમ દ્વારા ભરૂચ જીલ્લાના અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાં ભુસ્તરશાસ્ત્રીશ્રી ભરૂચની સુચનાથી ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી, ભરૂચની તપાસટીમ દ્વારા ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના ઇન્દોર-પાણેથા રોડ પર આકસ્મિક ખનિજ વહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતું. જે તપાસ દરમ્યાન વાહન નં.જીજે-૧૬-એડબલ્યુ અને જીજે-૧૬-એડબલ્યુ-૬૧૬૧ ને અનુક્રમે ૪૫ મે.ટન અને ૪૩ મે.ટન સાદી રેતી ખનિજનું બિનઅધિકૃત વહન કરતા ઝડપાતા તેને સીઝ કરી પોલીસ સ્ટેશન, ઉમલ્લા ખાતે કસ્ટડી સોંપવામાં આવી હતી. જેના અનુસંધાને કસુરદારો સામે ભુસ્તરશાસ્ત્રીશ્રી, ભરૂચ દ્વારા નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી દંડકીય રકમ રૂ.૬.૪૪ લાખની વસુલાત કરવામાં આવી હતી.
વધુમાં, ભુસ્તરશાસ્ત્રીશ્ર, ભરૂચની સુચનાથી ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી, ભરૂચની તપાસટીમ દ્વારા ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના ઇન્દોર-પાણેથા રોડ તેમજ ભાલોદ-તરસાલી રોડ પર તા. ૦૩-૦૪/૦૪/૨૦૨૫ રાત્રીના સમયે ખનિજ વહન ચેકિંગ બાબતે પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યુ હતું. જે પેટ્રોલીંગ દરમ્યાન વાહન નં.જીજે-૧૬-એવી-૫૧૮૨ ને ૫૦.૬૮ મે.ટન સાદી રેતી ખનિજનું બિનઅધિકૃત વહન કરવા બદલ સીઝ કરી પોલીસ સ્ટેશન, રાજપારડીને કસ્ટડી સોંપવામાં આવી હતી. જેના અનુસંધાને કસુરદારો સામે ભુસ્તરશાસ્ત્રીશ્રી, ભરૂચ દ્વારા નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી આગળની કાર્યવાહી કરી છે.
તે ઉપરાંત, ભરૂચ તાલુકાના હિંગલોટ ગામના સરપંચશ્રીની રજુઆત અન્વયે તા. ૦૨/૦૪/૨૦૨૫ ના રોજ ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી, ભરૂચની તપાસટીમ દ્વારા મોજે.દહેગામ ખાતે કે.પી.કંન્ટ્રેક્શન કંપનીના નામે મંજુર થયેલ સાદી માટી ખનિજના ક્વોરી પરમીટ વિસ્તારની સ્થળતપાસ હાથ ધરી માટી ખનન બાબતે માપણી હાથ ધરવામાં આવેલ હતી. જે તપાસણી અન્વસયે આગળની કાર્યવાહી ચાલુમાં છે..
ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી, ભરૂચની તપાસટીમ દ્વારા ભરૂચ જીલ્લાના શુક્લતીર્થ ગામે પસાર થતી નર્મદા નદીપટ્ટ વિસ્તારમાં તપાસ હાથ ધરી સાદી રેતી ખનનમાં વપરાયેલ એક એક્સેવેટર મશીન અને ૦૧ યાંત્રિક નાવડી સીઝ કરી નિયમોનુસારની આગળની કાર્યવાહી હાથ ધરી કુલ રકમ રૂ.૪.૭૭ લાખ ભરપાઇ કરવા નોટીસ આપી આવેલ છે.
થોડા દિવસો અગાઉ મોજે.શુક્લતીર્થ અને મંગલેશ્વર ખાતે પસાર થતી નર્મદા નદીપટ્ટ વિસ્તારમા મંજુર કરવામાં આવેલ કુલ-૨૪ જેટલી લીઝોનું ઇન્સ્પેાક્શન હાથ ધરવામાં આવેલ. જે તપાસણી અન્વયે આગળની કાર્યવાહી ચાલુમાં છે.
આમ, ભુસ્તરશાસ્ત્રીશ્રી ભરૂચની સુચનાથી ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી, ભરૂચની તપાસટીમ દ્વારા ગેરકાયદેસર ખનિજ ખોદકામ, વહન અને સંગ્રહ ન થાય તે માટે આકસ્મિક ખનિજ વહન ચેકિંગ હાથ ધરી, લીઝોનું ઇન્સ્પે ક્શન, વગેરે કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ આવી રહી છે.તેમ ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી, ભરૂચ દ્વારા મળેલી એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.




