MORBI:મોરબીના તળાવીયા શનાળા ગામે ફટાકડા બાબતે પત્નીની હત્યા કરનાર આરોપી પતિ ઝડપાયો
MORBI:મોરબીના તળાવીયા શનાળા ગામે ફટાકડા બાબતે પત્નીની હત્યા કરનાર આરોપી પતિ ઝડપાયો
મોરબીના તળાવીયા શનાળા ગામની સીમમાં આવેલ ફેકટરીમાં દંપતી વચ્ચે ઝઘડો થયા બાદ પતિએ લાકડાનો ધોકો ઝીંકી દેતા પત્નીનું મોત થયું હતું જે હત્યાના બનાવમાં આરોપી પતિને ઝડપી લઈને પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
ફરિયાદી દીપકભાઈ બગ્ગાભાઈ ડામોરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે મૃતક ભુરીબેન મેડાએ પતિ આરોપી નરબેસિંગ ભાગ્ગાસિંગ મેડાને ફટાકડા લેવા રૂ ૫૦૦ આપ્યા હોય જે બધા પૈસાના ફટાકડા લઇ આવેલ હોય જેથી ઝઘડો થયો હતો અને પતિ નરબેસિંગે ભુરીબેનને માથામાં લાકડાના ધોકા મારી દેતા મોત થયું હતું જે હત્યાના બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે આરોપી પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી અને હત્યાના આરોપી નરબેસિંગ ભગ્ગાસિંગ મેડા રહે હાલ તળાવીયા શનાળા સોફ્ટન કાર્બન ઇન્ડસ્ટ્રીઝ નામની ફેકટરીના લેબર કોલોની, મૂળ રહે એમપી વાળાને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે