MALIYA (Miyana):માળીયાના તરઘરી ગામે ભાઈએ ફોનમાં વાત ન કરવા દેતા આરોપીએ સાહેદના ભાઈનઆ ટાંટીયા ભાગી નાખવાની ધમકી આપી
MALIYA (Miyana):માળીયાના તરઘરી ગામે ભાઈએ ફોનમાં વાત ન કરવા દેતા આરોપીએ સાહેદના ભાઈનઆ ટાંટીયા ભાગી નાખવાની ધમકી આપી
માળીયા મીયાણા તાલુકાના તરધરી ગામે આરોપી એક વ્યક્તિ સાથે ઈન્સ્ટાગ્રામ મારફતે પરિચય કેડવી ચેટીંગ કરી ફોન પર વાતો કરતા હોય આરોપી જાણતો હોય કે સાથી વ્યક્તિ અનુસુચીત જાતીના છે તેમ છતા વાત કરવા પરેશાન કરતો હોય સાહેદને તેના ભાઈ ફોનમાં વાત કરવા ન દેતા આરોપીએ સાહેદના ભાઈનઆ ટાંટીયા ભાગી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળીયા મીંયાણા તાલુકાના તરઘરી ગામે રહેતા હંસાબેન માવજીભાઈ પરમાર (ઉ.વ.૪૦) એ આરોપી હાર્દિક નકુમ વિરુદ્ધ માળિયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ સાથી વ્યક્તિ સાથે ઇન્સ્ટાગ્રામ સોશીયલ મિડીયા મારફતે પરીચય કેળવી એકબીજા ચેટીંગ કરી ફોન ઉપર વાતચીત કરતા હોય જેમા સાથી પોતે અનુસુચીત જાતીના હોવાનુ આરોપીને જણાવવા છતા આરોપીએ સાથી વ્યક્તિને ફોન કરી પોતાની સાથે વાત કરવા માટે હેરાન પરેશાન કરી ફોનમા તેની સાથે વાત ન કરે કે સાથી વ્યક્તિના ભાઇ ફોનમા વાત ન કરવા દેતો તેના ભાઇના હાથ પગ ભાંગી નાખવાની ધમકી ફોનમા તથા સાથી આરોપીને સમજાવવા માટે મળવા માટે ગયેલ ત્યારે રૂબરૂમા ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.