GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદ જુના વેગડવાવ ગામે અગાઉની પોલીસ ફરિયાદનો ખાર રાખી યુવક અને તેના મિત્ર પર હુમલો

 

HALVAD:હળવદ જુના વેગડવાવ ગામે અગાઉની પોલીસ ફરિયાદનો ખાર રાખી યુવક અને તેના મિત્ર પર હુમલો

 

હળવદ તાલુકાના જુના વેગડવાવ ગામે જૂની અદાવતને લઈને બે શખ્સોએ એક યુવક અને તેના મિત્ર પર પાઈપ અને સણા જેવા હથિયારો વડે હુમલો કરી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ઘટના સામે આવી છે. અગાઉ કરેલી પોલીસ ફરિયાદનું મનદુઃખ રાખીને આ હુમલો કરવામાં આવ્યો હોવાનું પોલીસ ચોપડે જાહેર થયું છે.

​પ્રાપ્ત માહિતી અનુસાર, જુના વેગડવાવ ગામે રહીને ખેતીકામ કરતા મેરૂભાઈ કેશાભાઈ જખવાડીયા (ઉં.વ. ૩૨) એ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, મેરૂભાઈએ અગાઉ આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. આ બાબતનો ખાર રાખીને આરોપીઓએ હુમલો કર્યો હતો.જ્યારે ફરિયાદી અને તેમના મિત્ર સાથે બેઠા હતા, ત્યારે ગામના જ રહેવાસી રામજીભાઈ ચતુરભાઈ સુરેલા તથા વિષ્ણુભાઈ રામજીભાઈ સુરેલા નામના બે શખ્સો ત્યાં ધસી આવ્યા હતા. આરોપીઓ પોતાના હાથમાં લોખંડના પાઈપ અને સણા જેવા હથિયારો લઈને આવ્યા હતા અને ફરિયાદીને જેમ-તેમ ગાળો આપી હુમલો કર્યો હતો. એટલું જ નહીં, આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.​આ બનાવ અંગે મેરૂભાઈ જખવાડીયાની ફરિયાદના આધારે હળવદ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. જૂની અદાવતમાં થયેલા આ હુમલાના પગલે ગામમાં ચકચાર મચી જવા પામી છે.

Back to top button
error: Content is protected !!