DAHODGUJARAT

મેગા ઇન્સ્ટોલેશન સેરેમની માં લાયન્સ ક્લબ દાહોદ સીટી ના પ્રમુખ કમલેશ લીમ્બાચીયા નું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું

તા.૨૧.૦૭.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:મેગા ઇન્સ્ટોલેશન સેરેમની માં લાયન્સ ક્લબ દાહોદ સીટી ના પ્રમુખ કમલેશ લીમ્બાચીયા નું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું

લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ ૩૨ ૩૨ એફ વન રિજીયન ૭ પંચમદા પરિવાર દ્વારા મેગા ઇન્સ્ટોલેશન ઓફ સેવન ક્લબ્સ તારીખ.૨૦.૦૭.૨૦૨૫ અને સવારે ૧૦:૩૦ કલાકે ફેડરેશન હોલ ગોધરા ખાતે યોજવામાં આવ્યો જેમાં ઇન્સ્ટોલિંગ ઓફિસર લાયન ભરત શાહ પાસ્ટ ડિસ્ટ્રીક ગવર્નર એ લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી ના પ્રમુખ લાયન કમલેશ લીમ્બાચીયા, મંત્રી લાયન યુસુફી કાપડિયા, ખજાનચી લાયન રાધેશ્યામભાઈ શર્મા તેમજ બીજા અન્ય હોદ્દેદારોને શપથ લેવડાવ્યા હતા આ પ્રસંગે ઈમિજિયેટ પાસ ડિસટીક ગવર્નર અને વી એમ સી સી લાયન મનોજ પરમાર, એમજેએફ લાયન જે પી ત્રિવેદી પીએમસીસી, પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન પ્રભુ દયાલ વર્મા ,લાયન ડો ઉપેન દીવાનજી ની ઉપસ્થિતિ આ પ્રોગ્રામના ચેરમેન લાયન હેમંત વર્મા ,કો ચેરમેન પ્રદીપ સોની ,સહ કન્વીનર લાયન હિરેન દરજી ,લોકેશ ધાનાની ,અગ્રણી સામાજિક કાર્યકર ફિરદોશ કોઠી તેમજ દાહોદ, ગોધરા, ખેડા બાલાસિનોર ,ડાકોર અને આણંદ થી ખૂબ મોટી સંખ્યામાં લાયન મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. લાયન્સ ક્લબ ઓફ દાહોદ સિટીના પ્રમુખ લાયન કમલેશ લીમ્બાચીયા દ્વારા લાયન્સ વિશેની માહિતી આપી હતી અને સાથે સાથે વર્ષ દરમિયાન કરનાર સેવાકીય પ્રવૃત્તિઓની જાણકારી આપી હતી. ઉપસ્થિત લાયન પરિવારે અને અને તમામ લાયન મિત્રોએ નવા પ્રમુખ મંત્રીશ્રીઓના અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનો આયોજન લાયન્સ ક્લબ ગોધરા દ્વારા કરવામાં આવ્યો હતો

Back to top button
error: Content is protected !!