GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અન્વયે કન્સ્ટ્રકશન(BLC) ઘટકના ઓનલાઈન ડીમાન્ડ સર્વેમાં નોંધણી કરાવવા કેમ્પનું આયોજન

MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અન્વયે કન્સ્ટ્રકશન(BLC) ઘટકના ઓનલાઈન ડીમાન્ડ સર્વેમાં નોંધણી કરાવવા કેમ્પનું આયોજન

 

 

કન્સ્ટ્રકશન(BLC) ઘટકના ઓનલાઈન ડીમાન્ડ સર્વેમાં નોંધણી કરાવવા કેમ્પ(મેળા)નું આયોજન સરકારશ્રી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦(શહેરી) નું અમલીકરણ કરવામાં આવેલ છે જેમાં BLC ઘટક અંતર્ગત નેશનલ બિલ્ડીંગ કોડના ધારા-ધોરણ મુજબ તમામ હવામાનને અનુરૂપ ૩૦ ચો.મી થી ૪૫ ચો.મી. કાર્પેટ વિસ્તાર સુધીની મર્યાદામાં ઓછામાં ઓછા બે રૂમ, રસોડું, અને શૌચાલય-બાથરૂમની સુવિધા સાથે પાકા નવા આવાસનું બાંધકામ કરી શકાશે. જે માટે પ્રતિ આવાસ દીઠ કેન્દ્ર સરકારશ્રી દ્વારા રકમ રૂ.૧,૫૦,૦૦૦/- અને રાજ્ય સરકારશ્રી દ્વારા રકમ રૂ.૨,૫૦,૦૦૦/- એમ કુલ મળીને રકમ રૂ.૪,૦૦,૦૦૦/- ની સહાય ૪(ચાર) હપ્તામાં મળવાપાત્ર રહેશે જે અંતર્ગત મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારના નાગરિકો કે જેઓ પોતાની માલિકીનું કાચું, અર્ધ કાચું, જર્જરિત કે ખુલ્લો પ્લોટ ધરાવે છે અને તેઓની કૌટુંબિક વાર્ષિક આવક રકમ રૂ.૩.૦૦(ત્રણ) લાખ સુધીની છે અને ભારત ભરમાં અગાઉ આવાસની યોજનાના કોઈપણ ઘટકમાં લાભ લીધેલ નથી તેવા લાભાર્થીઓ પોતાની માલિકીનું પાકું નવું મકાન બાંધકામ કરવા ઈચ્છે છે તેઓને ઓનલાઈન ડીમાન્ડ સર્વેમાં નોંધણી કરાવવા માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા આયોજીત કેમ્પ(મેળા)નો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે. તારીખ: ૦૬-૦૪-૨૦૨૫ ને રવિવાર, સમય: સવારે ૧૧:૦૦ થી સાંજે ૫:૦૦ કલાક સુધી, કેમ્પ(મેળા)નું સ્થળ : રેન બસેરા બિલ્ડીંગ, સીટી સિવિક સેન્ટર ઉપર, રેલ્વે સ્ટેશન સામે, મોરબી.

Back to top button
error: Content is protected !!