GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી/રાજકોટ જીલ્લાના ખેડુતોને કે.સી.સી. ધીરાણમાં ૫ લાખ સુધી “0” ટકા વ્યાજનો લાભ આપવા અંગે મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત

MORBI:મોરબી/રાજકોટ જીલ્લાના ખેડુતોને કે.સી.સી. ધીરાણમાં ૫ લાખ સુધી “0” ટકા વ્યાજનો લાભ આપવા અંગે મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત

 

 

મોરબી : મોરબી/રાજકોટ જિલ્લાના ખેડૂતોને કેસીસી ધીરાણમાં 5 લાખ સુધી ઝીરો ટકા વ્યાજનો લાભ આપવા અંગે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે.

રજૂઆતમાં જણાવાયું છે કે, ભારતમાં ખેડૂતોને કેસીસી ધીરાણમાં 3 લાખની જગ્યાએ 5 લાખ સુધી ઝીરો ટકા વ્યાજનો લાભ આપવામાં આવે છે. જેનો બજેટમાં પણ સમાવેશ કરાયો હતો. આ બાબતનો પરિપત્ર પણ કરાયો છે. પરંતુ આવા પરિપત્રો મોરબી/રાજકોટ જિલ્લાની સરકારી- અર્ધસરકારી બેંકો, મંડળીઓને મળેલ ન હોય જેના કારણે મોરબી જિલ્લાના ખેડૂતોને આ યોજનાનો લાભ મળતો નથી. જેથી મોરબી/રાજકોટ જિલ્લાના ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે. તેથી સરકાર દ્વારા બેંકો અને મંડળીઓને પરિપત્રો પૂરા પાડવા તથા જે ખેડૂતોએ પુરવણી ધીરણ લીધેલ ન હોય તેવા ખેડૂતોને 5 લાખ સુધી ઝીરો ટકા વ્યાજ લેખે ધીરાણ આપવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે.

Back to top button
error: Content is protected !!