MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી રોહિદાસપરા સહિતના વિસ્તારના પ્રશ્નો હલ કરવા ચીફ ઓફિસરે જીગ્નેશ મેવાણીને આપી બાહેંધરી

 

MORBI:મોરબી રોહિદાસપરા સહિતના વિસ્તારના પ્રશ્નો હલ કરવા ચીફ ઓફિસરે જીગ્નેશ મેવાણીને આપી બાહેંધરી

 

 

મોરબીના રોહિદાસપરા વિસ્તારના લોકો સાથે જીગ્નેશ મેવાણીએ નગરપાલિકા કચેરીમાં મોરચો માંડ્યો હતો અને મોરબી શહેરમાં પ્રજાના વિવિધ પ્રશ્નો બાબતે ઉગ્ર રજૂઆતો કરી હતી. આ રજૂઆતો બાદ નગરપાલિકાનું તંત્ર જાણે સફાળું જાગ્યું હોય તેમ આવતીકાલથી જ શહેરમાં કામગીરી શરૂ કરી દેવાની લેખિત બાહેંધરી આપી હતી.

oplus_0

મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર ડી.વી. ડોબરીયાએ ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણીને લેખિત બાહેંધરી આપતાં જણાવ્યું હતું રોહિદાસપરા તથા શાંતિવન સોસાયટી તથા નિધિપાર્ક સોસાયટી અને વીસીપરાના ગુજરાત મેરીટાઈમ બોર્ડવાળા વિસ્તારમાં ગટર ઉભરાવવાના જે પ્રશ્નો છે તે માટેની કામગીરી આવતીકાલ તારીખ 7 ઓગસ્ટથી શરૂ કરવામાં આવશે અને નવી પાઈપલાઈન નાખવાની જરૂર હશે તે માટેની કાર્યવાહી કરવામાં આવશે. ગટરની સફાઈની કામગીરી પૂર્ણ થતાં જ પીવાના પાણી સાથે ગટરનું પાણી મિક્સ થવાની ફરિયાદ દૂર થશે.આ ઉપરાંત નગરદરવાજાની આસપાસ જે ખુલ્લી ગટર ઉભરાવાનો પ્રશ્ન છે તે બે દિવસમાં હલ કરવામાં આવશે. લાતી પ્લોટ શેરી નંબર-7માં જે ગટરના ઢાંકણા ખુલ્લા છે તેની કામગીરી બપોર બાદ શરૂ કરવામાં આવશે. રોહિદાસપરામાં નવી સીસી રોડ બાબતે કરાયેલી રજૂઆતમાં હાલ એજન્સી દ્વારા મેટલીંગ કામ પૂરું કરવામાં આવ્યું છે. ત્યારબાદ કોન્ક્રીટ કામ ચોમાસું હોવાથી ચાલુ કર્યું નથી. ચોમાસા બાદ તુરંત કામગીરી હાથ ધરાશે. વીસીપરા તથા લાતી પ્લોટ વિસ્તારમાં કાદવ-કીચડ અને કચરા અંગે મળેલી ફરિયાદ અન્વયે જરૂરી કાર્યવાહી ત્વરીત શરૂ કરાશે. અરુણોદય નગરમાં ગત વર્ષે બનેલી ઘટના બાબતે જરૂરી તપાસ કરવામાં આવશે તેવી ખાતરી અપાઈ હતી. આવાસ યોજના બાબતે થયેલી રજૂઆત મુજબ ક્વોલિટી કંટ્રોલ તથા લેબ ટેસ્ટિંગ સહિત ટેન્ડરમાં જણાવેલા સ્ટ્રક્ચર મુજબ બાંધકામ થયેલ છે તે અંગે ચકાસણી કરી સરકારમાં જાણ કરાશે. રોહિદાસપરા વિસ્તારના પ્રવેશદ્વાર સમાન મુખ્ય રોડ/રસ્તા જે ડેમેજ થયેલા છે તે અંગેની ટેન્ડર પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. ટૂંક સમયમાં વર્ક ઓર્ડર આપી કામ ચાલુ કરાવવામાં આવશે તેવી બાહેંધરી ચીફ ઓફિસર દ્વારા આપવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!