GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાની બાળાઓએ Day With Commissioner Program અંતર્ગત મહા નગરપાલિકાની મહેમાન બની

MORBI:મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાની બાળાઓએ Day With Commissioner Program અંતર્ગત મહા નગરપાલિકાની મહેમાન બની

 

મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાની બાળાઓએ મહા નગરપાલિકાના તમામ વિભાગોની મેળવી જાણકારી

મોરબી, અત્રેની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળા વિદ્યાર્થીનીઓના ઘડતર, ભણતર,ગણતર અને ચારિત્ર્યના ચણતર માટે બલસોના શશક્તિકરણ માટે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. એ અન્વયે આજ રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે મોરબી મહા નગરપાલિકા દ્વારા Day With Commissoner કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શરૂઆતમાં ડે.કમિશ્નર કુલદીપસિંહ વાળા તેમજ સંજયભાઈ સોની, હિતેશભાઈ આદ્રોજા સીટી એન્જીનીયરે બાળાઓ સાથે વાર્તાલાપ કરી પ્રશ્નોતરી કરી હતી અને બાળાઓ જવાબો આપ્યા હતા ત્યારબાદ મહા નગરપાલિકાના તમામ વિભાગો જેમકે ડ્રેનેજ વિભાગ, સ્વચ્છતા વિભાગ, ટેકસ, ટ્રાફિક, આવાસ,જન્મ-મરણ, નોંધણી,લાઈબ્રેરેરી,વોટર, મહેકમ,સિવિક વગેરે વિભાગના અધિકારીઓએ પોત પોતાના વિભાગની કામગીરી વિશેની જાણકારી આપી હતી ત્યારબાદ મ્યુનિસિપલ કમિશ્નર સ્વપ્નિલ ખરેએ મોરબી મહા નગરપાલિકાના મહેકમની માહિતી આપતા જણાવ્યું કે મોરબીમાં હાલ 306 જેટલા અધિકારી કર્મચારીઓનું મહેકમ છે પણ હાલ માત્ર દશ જેટલા વ્યક્તિઓ દ્વારા કામ થઈ રહ્યું છે,તેમજ મહા નગરપાલિકાની સતાઓ પાવર વગેરે વિશેની સમજ આપી હતી,ત્યારબાદ તમામ બળાઓએ શ્રીમદ્દ રાજચંદ્ર પુસ્તકાલયની મુલાકાત લઈ મન ગમતા પુસ્તકોનું વાંચન કર્યું હતું,ત્યાર ટ્રાફીક વિભાગ સીટી બસ વીભાગ,ટેક્સ વિભાગ,આવાસ શાખા વગેરેની પ્રત્યક્ષ મુલાકાત લઈ તમામ શાખાઓ દ્વારા થતી કાર્યવાહીની જાણકારી બાળાઓએ પ્રાપ્ત કરી હતી તમામ બાળાઓને મહા નગરપાલિકા દ્વારા ભાવતા ભોજન કરાવ્યા હતા. સમગ્ર કાર્યક્રમના કો.ઓર્ડીનેટર તરીકે મહા નગરપાલિકાના રાજલબહેને ખુબજ સરસ વ્યવસ્થાપણ કરી સતત સાથે રહ્યા હતા,આમ Day Withe Commissoner Programma બાળાઓને ખુબજ જાણકારી પ્રાપ્ત થઈ હતી.

Back to top button
error: Content is protected !!