MORBI:નાની બાળાઓએ દ્વારા માટીના ગણેશજીની સ્થાપના કરી પૂજા-અર્ચના કરતા લોકોમાં જગાવ્યું આકર્ષણ

MORBI:નાની બાળાઓએ દ્વારા માટીના ગણેશજીની સ્થાપના કરી પૂજા-અર્ચના કરતા લોકોમાં જગાવ્યું આકર્ષણ
મોરબીમાં દરેક વિસ્તારમાં પંડાલ ઊભા કરીને ગણેશજીની મૂર્તિની સ્થાપના કરીને લોકો તેની પૂજા અર્ચના કરી રહ્યા છે. તેમાંથી ઊડીને આંખે વળગે તેવી એક ગણેશજીની પૂજા નજરે ચડી છે જેમાં સાત થી અગિયાર વર્ષની બાળ સહજ માનસ ધરાવતી બાળાઓએ ઘર ઘરની રમત રમતી હોય તેમ કાળી માટીના ગારામાંથી ગણપતિની મૂર્તિની સ્થાપના કરી છે અને જ્યાં દરરોજ રાત્રે પૂજા આરતી કરીને ચોકલેટ નો પ્રસાદ ધરે છે. આ બાબતે વાત કરીએ તો હાલ ઘણી જગ્યાએ ગણપતિની સ્થાપના કરીને તેનું પૂજન અર્ચના કરવામાં આવી રહ્યું છે તેનાથી પ્રેરાઈને મોરબી શહેરની નાની કેનાલ રોડ ઉપર ચાર માળિયા એપારમેન્ટમાં પાર્કિંગ માં કાળી માટીનાં ગારા માંથી બનાવેલા ગણેશજીની મૂર્તિનું સ્થાપન જોવા મળ્યું એમાં સાતથી અગિયારસ વર્ષ ની બાળાઓએ કાળી માટીના ગારામાંથી ગણેશજી બનાવ્યાં છે તેને કલર કરીને વાઘા પહેરાવીને તેની સ્થાપના કરી છે જ્યાં દરરોજ સાંજે તેમની આરતી ને પૂજા કરવામાં આવે છે. આ પૂજા કરવા માટે દરરોજ એક બાળકાનો વારો હોય છે. તે બાળા પૂજાની બધી સામગ્રી લઈને પૂજા કરવા આવે છે અને પૂજ્ય આરતી થઈ ગયા બાદ ચોકલેટ નો પ્રસાદ ધરવામાં આવે છે. નાની-નાની આ બાળાઓ ની આ ગણપતિ ની પૂજા આરતી એ ખૂબ જ આકર્ષણ જગાવ્યું છે અને આજુબાજુના મોટેરાઓ પણ આ આરતીમાં જોડાય છે.
રીપોર્ટ: શ્રીકાંત પટેલ-મોરબી
મો.નં.૯૯૭૮૩૯૮૮૮૫










