યોગાંજલિ દ્વારા બહેનોને સ્વરોજગારી આપવાનો નમ્ર પ્રયાસ

યોગાંજલિની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાંની એક પ્રવૃત્તિ એટલે બહેનોને વિવિધ કલાકૌશલ્યની તાલીમ આપી આર્થિક ઉપાર્જન કરવા માટે સક્ષમ કરવી.આ માહિતી આપતાં સેક્રેટરી જિજ્ઞાબેન દવે જણાવ્યું હતું કે યોગાંજલિ દ્વારા આ કાર્ય છેલ્લા ૫૦ વર્ષથી પાટણ જિલ્લામાં સાતત્ય પૂર્વક કરવામાં આવે છે અને અમને જણાવતા આનંદ થાય છે કે અત્યાર સુધી ૩૫૦૦૦ થી પણ વધુ બહેનો સુધી અમે પહોંચી શક્યા છીએ. હાલ અલગ અલગ વિસ્તારમાં કુલ ૪ તાલીમ કેન્દ્રો કાર્યરત છે જેમાં ટેલરીંગ અને બ્યુટીપાર્લરની તાલીમ આપવામાં આવે છે. સાંપ્રત સમયમાં આ બંને સ્કીલ દ્વારા ખુબ ઝડપથી રોજગારી પ્રાપ્ત થઇ શકે છે. તાજેતરમાં જ કુલ ૧૦૦ બહેનોએ તાલીમ પૂર્ણ કરી જેમને સર્ટીફીકેટ એનાયત થયા . આ કાર્યક્રમમાં બહેનો સાથેના સંવાદ દરમ્યાન અમને આનંદ થયો કે જયારે બહેનોએ તાલીમ લીધા પછી બે પાંદડે થયા ત્યારે ઘરની આર્થિક પરિસ્થિતિ તો બદલાઈ સાથે સાથે કુટુંબમાં માનસન્માન પણ વધ્યું. કેટલીક બહેનોને ઘરે કામ શરુ કરવા માટે મશીનની સહાયની માંગણી પણ કરી જે માટે અમે મદદરૂપ થવાનું પણ જણાવ્યું. મધ્યમવર્ગ અને તેનાથી પણ નીચલા વર્ગમાં જો ઘરના બે સભ્યો કમાતા ના હોય તો ઘરનું પૂરું કરવું ઘણું કઠીન છે એવા સમયે આ બહેનો ઘરે કામ કરી ને બે પૈસા કમાઈ ઘરનું પૂરું કરવા માટે ઘણી સક્ષમ બની રહી છે જેનો આનંદ છે. પ્રવૃત્તિ સરકારની કોઈ પણ મદદ લીધા સિવાય દાતાઓના સહયોગથી ચલાવવામાં આવે છે. વધુ માહિતી માટે નીચે આપેલ નંબર ઉપર સંપર્ક કરી શકાય છે કુ.જીજ્ઞા દવે (9898602325)




