BANASKANTHAGUJARATPALANPUR
સીસરાણા ના વતની તા.ભાજપ પુવૅ.મહામંત્રી સોમાજી ઠાકોર ને સમાજ ના અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી
20 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
વડગામ વિધાનસભા ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધારવા સમયદાન આપનાર તા.ભાજપ પુવૅ.મહામંત્રી સોમાજી ગલબાજી ઠાકોર, સીસરાણા ને વીસ ગામ ઠાકોર સમાજ ના અધ્યક્ષ તરીકે ની જવાબદારી સોંપવામાં આવી હોવાનું ઠાકોર સમાજ જલાના વડીલોએ એક મુલાકાત માં જણાવ્યું હતું. યાત્રાધામ સેંભર તિર્થ સ્થાને વીસ ગામ ઠાકોર સમાજ જલાની સાધારણ સભા માં સોમાજી ગલબાજી ઠાકોર સીસરાણા ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે નવનિયુક્ત અધ્યક્ષ સોમાજી ગલબાજી ઠાકોરે ભાજપના મહામંત્રી તરીકે સફળ નેતૃત્વ માં એ સમયની લોકસભા, વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં વડગામ વિભાગે લીડ પ્રાપ્ત કરી હતી તમામ સમાજો માં સોમાજી ઠાકોર આગવી પ્રતિભા ધરાવે છે.આ અંગે પુષ્કર ગૌસ્વામી એ જણાવ્યું હતું.