MORBI:મોરબીમાં બે વર્ષની બાળકીનું ગળું દબાવી હત્યા કરનાર પતિની પ્રેમિકાને કોર્ટે ફટકારી આજીવન કેદ!
MORBI:મોરબીમાં બે વર્ષની બાળકીનું ગળું દબાવી હત્યા કરનાર પતિની પ્રેમિકાને કોર્ટે ફટકારી આજીવન કેદ!
(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
વર્ષ ૨૦૧૯ માં સુરતના વતની ધવલ માધવ લાલ ત્રિવેદી નામનો યુવાન તેની બે વર્ષીય પુત્રી યશવી અને તેની પ્રેમિકા રશ્મી દિવ્યેશભાઈ વરીયાવાળા ને લઇ મોરબી શહેરના સામા કાંઠા વિસ્તારમાં આવેલા વૃંદાવન પાર્ક માં આવેલા પરિશ્રમ એપાર્ટમેન્ટમાં રહેવા આવી ગયા હતા ગઇ તારીખ ૧-૩-૨૦૧૯ નાં રોજ યશ્વી સોફા પરથી પડી જતા તેને માથામાં ઈજા પહોચતા તેનું મોત થવા અંગેનું નાટક પ્રેમિકા યશ્વીએ કર્યું હતું જોકે બાળકીના ફોરેન્સિક પી.એમ. રીપોર્ટ અને પોલીસ તપાસમાં યશ્વીનું મોત અકસ્માત નહી પણ હત્યા હોવાનું સામે આવ્યું હતું.આ બનાવ વખતે ધવલ કામથી બહાર ગયો હતો રશ્મી અને યશ્વી બન્ને એકલા હોય અને યશ્વી સોફા પર લઘુ શંકા કરી જતા ગુસ્સે ભરાઈ હતી અને તેની બાળકી સોફા પરથી નીચે પછાડી હતી અને માથા માં ઈજા પહોચાડી આટલું ઓછું હોય તેમ સોફા સાથે તેનું માથું દબાવી રાખી હત્યા કરી નાખી હતી ઘટના બાદ યશ્વીની માતાએ મોરબી શહેર બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી .આ ફરિયાદ આધારે પોલીસે આરોપી રશ્મીની ધરપકડ કરી હતી.
જે બાદ પોલીસે કેસમાં તપાસ પૂર્ણ કરી ગણતરીના દિવસમાં ચાર્જ સીટ ફાઈલ કરી હતી. જે બાદ કેસ સેસન્સ કોર્ટમાં તબદીલ થતા કોર્ટમાં તેની નિયમિત સુનવણી ચાલી હતી જેમાં સરકારી વકીલ વિજય જાની દ્વારા દલીલો રજુ કરી હતી તેમજ ઘટનાને લગતા ૩૦ જેટલા મૌખિક પુરાવા તેમજ ફરીયાદી પક્ષે ૩૩ લેખિત પુરાવા રજુ કર્યા હતા સામે પક્ષે બચાવ પક્ષે પણ પુરાવા અને દલીલો તેમજ ઘટના સાથે જોડાયેલ સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી. બન્ને પક્ષની દલીલ અને પુરાવા આધારે કોર્ટે આરોપી રશ્મી દિવ્યેશભાઈ વરીયાવાળા ને કસુરવાર ઠેરવી આજીવન કેદ અને અગિયાર હજારનો દંડ ફટકાર્યો હતો.