HALVAD:હળવદ નર્મદા કેનાલમાં અજાણી મહિલાની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી

HALVAD:હળવદ નર્મદા કેનાલમાં અજાણી મહિલાની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી
હળવદ મોરબી માળિયા ચોકડી પાસે આવેલ કંસારી હનુમાનજી મંદિર પાસે આવેલ નર્મદા કેનાલમાં અજાણી મહિલાની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી..
હળવદ પોલીસ સ્ટેશન અ.મોત.નં.૪૦/૨૦૨૫ ભારતીય નાગરીક સુરક્ષા સંહીતા-૨૦૨૩ ની કલમ ૧૯૪ મુજબના કામે મરણ જનાર અજાણી સ્ત્રી આશરે ઉ.વ.૩૨ થી ૩૫ વાળી ગઇ તા.૧૬/૦૮/૨૦૨૫ ના રોજ બપોરના ના સમયે અમુલ ફનીચર શો રૂમ પાછળ નર્મદા કેનાલના પાણીમાં ડુબી જતા મરણ ગયેલ હાલતમાં હળવદ સ.હો. સારવાર દરમ્યાન તા.૧૬/૦૮/૨૦૨૫ ના ક.૧૪/૩૫ વાગ્યે પહેલા મરણ ગયેલનુ ડોકટર દ્વારા જાહેર કરેલ હોય જે શરીરે પાતળો બાંધાનો વાને ઘંઉ વર્ણો, માથાના ભાગે કાળા વાળ છે. તથા ગળાના ભાગે કંઠી પહરેલ છે.બંને હાથમાં બંગડી પહરેલ છે.તેમજ બંન્ને કાનમાં નાના બુટીયા પહરેલ છે. તેમજ જમણા હાથે ઉપર કાંડાના ભાગે અંગ્રેજીમાં “M” ત્રોફાવેલ છે.તથા જમણા હાથની કોણીના ભાગે મોરપીંછ ત્રોફાવેલ છે. જેમાં “રાધે કિષ્ના” લખાવેલ છે.તેની બાજુમાં અંગ્રેજીમાં “K” ત્રોફાવેલ છે. તથા શરીરે બ્રાઉન તથા બ્લેક કલરનું ગ્રાઉન પહરેલ જેમા નાની ફુલડાની ડિઝાઇન છે. સદરહુ સ્ત્રીના વાલીવારસ મળી આવેલ ન હોય જેથી આ અંગે કોય વાલીવારસ મળી આવ્યે તો ત.ક.અ. એસ.બી.પરમાર મો.ન.૭૩૮૩૨૦૨૩૩૯ અથવા હળવદ પોલીસ સ્ટેશન ટેલી.નં.(૦૨૭૫૮) ૨૬૧૨૫૨ મો.નં.૬૩૫૯૬૨૬૦૫૦ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.







