GUJARATMORBIMORBI CITY / TALUKO

શિક્ષકોની જિલ્લા ફેરબદલી ની જગ્યાએ વિદ્યા સહાયકની ભરતી કરવા નો નિર્ણયથી સરકારની ઈમેજ બગડી રહી છે! કોને રસ છે સરકાર ની ઇમેજ બગાડવાનો?

MORBI:શિક્ષકોની જિલ્લા ફેરબદલી ની વિદ્યા સહાયકની ભરતી કરવા નો નિર્ણયથી સરકારની ઈમેજ બગડી રહી છે! કોને રસ છે સરકાર ની ઇમેજ બગાડવાનો?

 

 


(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
ગુજરાત માં શિક્ષણ વિભાગ કોઈ ને કોઈ એવું ગતકડું કાઢે છે કે જેનાથી સરકાર ની ઇમેજ બગડે છે કેમકે તેમના અણઘડ નિર્ણય કરવાથી કોઈ ને કોઈ પણ શિક્ષકો કે શિક્ષણ વિભાગ નાં કર્મચારીઓ ને અન્યાય થાય છે. આવું ગતકડું શિક્ષણ વિભાગમાં વિદ્યાસહાયક ની ભરતી કરવાનું કર્યું હતું જેનાથી વર્ષોથી વતનમાં આવવા માટે જિલ્લા ફેર બદલી બદલી કેમ્પની રાહ જોઈને બેઠેલા શિક્ષકોને હળાહળ અન્યાય થઈ રહ્યો હતો પરંતુ પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ ગુજરાત ના હોદ્દેદારોએ તુરત જ લેખિતમાં રજૂઆત કરી ને મુખ્યમંત્રી નું ધ્યાન દોર્યું છે આ સાથે શિક્ષણ મંત્રી નું પણ ધ્યાન દોર્યું છે. જેથી હાલ વિદ્યા સહાયક ભરતી અંગેનું ગતકડું બંધ થઈ ગયું હોય તેવું જાણવા મળ્યું છે. પ્રાપ્ત થયેલી વિગત મુજબ ગુજરાતના દરેક જિલ્લામાં જિલ્લા આંતરિક બદલીના કેમ્પ યોજાઈ ગયા છે. એમાં ૩૧-૭-૨૦૨૪ ની અસરથી જે જગ્યાઓ મહેકમમાં ખાલી પડી છે ત્યાં વતનથી દૂર રહેલા શિક્ષકો પોતાના વતનમાં આવવા માટે જિલ્લા ફેરબદલી નો કેમ્પ યોજાઇ તેની રાહ જોઈને બેઠા છે જિલ્લા ફેરબદલી કેમ્પ ની બાબત અંતિમ તબક્કામાં છે ત્યારે જો શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા ફેર બદલી નો કેમ્પ ન યોજે અને સીધી જ વિદ્યા સહાયક ની ભરતી કરી દેવામાં આવે તો જિલ્લા ફેર ની બદલી કરાવવાં ઇચ્છતાં શિક્ષકો ને ‌ હળાહળ અન્યાય થઈ રહ્યો છે. જે બાબતે પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ ગુજરાત દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે અને જિલ્લા ફેર બદલી નો કેમ્પ યોજાઇ પછી જ મહેકમમાં ખાલી રહેતી જગ્યા ઉપર વિદ્યાસહાયકની ભરતી કરવામાં આવે તેવું રજૂઆતમાં જણાવ્યું છે. મોરબી જિલ્લા પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘના પ્રમુખ દિનેશભાઈ વડસોલા જણાવ્યું હતું કે મહાસંઘ ગુજરાત દ્વારા રજૂઆત થઈ છે. શિક્ષકોના જિલ્લા ફેરબદલી નો પ્રશ્ન ગંભીરતાથી લીધો છે. જો આમાં અન્યાય કરવામાં આવશે તો આંદોલન પણ થશે તેવું સ્થાનીક શિક્ષણ વિભાગ વર્તુળો માં થી જાણવા મળ્યું છે.

Back to top button
error: Content is protected !!