MORBI:મોરબીના વિકાસને વેગ: 106.65 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત, શહેરને મળશે છઠ્ઠો બ્રિજ

MORBI:મોરબીના વિકાસને વેગ: 106.65 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત, શહેરને મળશે છઠ્ઠો બ્રિજ
મોરબી: મોરબી શહેરના વિકાસ નકશામાં આજે વધુ એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં કુલ ₹106.65 કરોડના વિવિધ વિકાસલક્ષી કામોનું ભવ્ય ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આજના કાર્યક્રમમાં કુલ 14 થી વધુ વિકાસકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મોરબીવાસીઓની પરિવહન સુવિધામાં વધારો કરવા માટે શહેરને છઠ્ઠો બ્રિજ ભેટમાં મળશે. આ બ્રિજ બનવાથી ટ્રાફિકની સમસ્યામાં મોટી રાહત થશે અને શહેરના બે છેડાઓ વધુ નજીક આવશે.
બજેટમાં ધરખમ વધારો: ₹100 કરોડથી ₹1000 કરોડ સુધીની સફર કાર્યક્રમ દરમિયાન સંબોધન કરતા જણાવ્યું હતું કે, એક સમય એવો હતો જ્યારે મોરબી નગરપાલિકાનું કુલ બજેટ માત્ર ₹100 કરોડની આસપાસ રહેતું હતું. પરંતુ આજે મોરબીની પ્રગતિ અને સરકારના સાથને કારણે આ બજેટ વધીને ₹1000 કરોડ સુધી પહોંચી ગયું છે, જે શહેરના વિકાસની ગતિ દર્શાવે છે.આધુનિક અને સ્વચ્છ મોરબીનો સંકલ્પ સાંસદ વિનોદભાઈ ચાવડાએ મોરબીવાસીઓને ખાતરી આપતા જણાવ્યું હતું કે:”આગામી દિવસોમાં મોરબી આધુનિક ટેકનોલોજીથી સજ્જ, અત્યંત સ્વચ્છ અને તમામ પાયાની સુવિધાઓથી સંપન્ન હશે. સરકાર મોરબીને એક મોડેલ સિટી બનાવવા માટે કટિબદ્ધ છે.”વિકાસકામોની હાઈલાઈટ્સ:કુલ ખર્ચ: ₹૧૦૬.૬૫ કરોડના કામોની સંખ્યા: 14 થી વધુ પ્રોજેક્ટ્સ, શહેરનો 6ઠ્ઠો બ્રિજ આધુનિક ટેકનોલોજી અને સ્વચ્છતા આ વિકાસકાર્યો શરૂ થતા મોરબીના ઉદ્યોગ જગત અને સામાન્ય નાગરિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.












