GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:​મોરબીના ૬૦૮ પરિવારોનું ઘરનું સપનું હવે થશે સાકાર: કામધેનું બાયપાસ પાસેના IHSDP આવાસનું અધૂરું કામ શરૂ

 

 

MORBI:​મોરબીના ૬૦૮ પરિવારોનું ઘરનું સપનું હવે થશે સાકાર: કામધેનું બાયપાસ પાસેના IHSDP આવાસનું અધૂરું કામ શરૂ

 


​મોરબી: મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના મધ્યમ અને શ્રમિક વર્ગના પરિવારોને પોતાના હક્કનું ઘર મળી રહે તે હેતુથી હાથ ધરાયેલી કામગીરીમાં વેગ આવ્યો છે. કામધેનું બાયપાસ રોડ પર સર્વે નં. ૧૪૧૫/૩ માં નિર્માણ પામેલ મુખ્યમંત્રી આવાસ યોજના (IHSDP) હેઠળના ૬૦૮ આવાસોનું વર્ષોથી અટકેલું કામ પૂર્ણ કરવા માટે પાલિકા દ્વારા યુદ્ધના ધોરણે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

​વાજેપર વિસ્તારમાં દલવાડી સર્કલ પાસે આ આવાસ યોજનાનું બાંધકામ ૨૦૨૧માં પૂર્ણ થઈ ગયું હતું. માર્ચ ૨૦૨૧માં કોમ્પ્યુટર ડ્રો દ્વારા ૬૦૮ લાભાર્થીઓની પસંદગી પણ કરી લેવામાં આવી હતી. જોકે, ફિનિશિંગ અને પાયાની સુવિધાઓનું કામ બાકી હોવાથી લાભાર્થીઓ લાંબા સમયથી ઘરના કબજાની રાહ જોઈ રહ્યા હતા.

​મોરબી મહાનગરપાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી નવી એજન્સીની નિમણૂક કરવામાં આવી છે. હાલ સાઈટ પર નીચે મુજબની કામગીરી શરૂ કરી દેવાઈ છે:બારી-બારણા ફિટિંગ અને કલરકામ.ઇલેક્ટ્રિક અને પ્લમ્બિંગનું બાકી રહેલું કામ.ડ્રેનેજ કનેક્શન અને સ્ટ્રીટ લાઈટની સુવિધા.કંપાઉન્ડ વોલ, મેઈન ગેટ અને ગાર્ડન જેવી પાયાની સવલતો.​લાભાર્થીઓને ટૂંક સમયમાં મળશે કબજો પાલિકાના સૂત્રોના જણાવ્યા અનુસાર, એજન્સી દ્વારા આ પરચુરણ અને અધૂરી કામગીરી પૂર્ણ થયા બાદ તુરંત જ નિયમોનુસાર ૬૦૮ આખરી થયેલ લાભાર્થીઓને આવાસની ફાળવણી કરવામાં આવશે. આ નિર્ણયથી છેલ્લા ચાર વર્ષથી રાહ જોઈ રહેલા પરિવારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.”અધૂરું કામ પૂર્ણ થતાની સાથે જ ૬૦૮ લાભાર્થીઓને તેમના સપનાના ઘરની ચાવી સોંપવામાં આવશે, જેનાથી મોરબીના અનેક પરિવારોને આશ્રય મળશે.”

Back to top button
error: Content is protected !!