GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં નટરાજ ફાટક-વેજીટેબલ રોડે કરવામાં આવેલા દબાણો દૂર કરાવાયા

 

MORBI:મોરબીમાં નટરાજ ફાટક-વેજીટેબલ રોડે કરવામાં આવેલા દબાણો દૂર કરાવાયા

 

 

રીપોર્ટ:-શ્રીકાંત પટેલ-મોરબી

મોરબી મહાપાલિકાની ટીમ દ્વારા દર બુધવારે દબાણો દૂર કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને “વન વિક વન રોડ” ઝુંબેશ હેઠળ મહાપાલિકાની ટીમ મોરબી શહેર નાં સામા કાંઠે નટરાજ ફાટક પાસે પહોચી હતી અને ત્યાં કરવામાં આવેલા કાચા પકડા દબાનોને બુલડોઝર ફેરવીને તોડી નાખવામાં આવ્યા હતા અને આગામી દિવસોમાં પણ આ કાર્યવાહી ચાલુ જ રખવાની છે તેવું કમિશ્નરે જણાવ્યુ છે. પણ શરૂઆતમાં દબાણ દૂર કરાવ્યું છે ત્યાં ત્યાં ફરીથી લારી ગલ્લા ગોઠવાઇ ગયા છે. તો ગાંધીનગર મહાનગરપાલિકા જે રીતે દબાણ દૂર કરાવે છે તેમાં થી મોરબી મહાનગરપાલિકા ધડો લેશે? તેવો સવાલ જાગૃત નાગરિકો એ ઉઠાવ્યો છે.


પ્રાપ્ત થયેલી વિગત મુજબ મોરબી મહાપાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરેએ શહેરના મુખ્ય માર્ગોની આજુબાજુમાં થયેલા દબાણો દૂર કરવા માટેની ઝુંબેશ હાથ ધરી છે અને “વન વિક વન રોડ” એટલે કે દર અઠવાડિયે એક દિવસ કોઈ એક રોડની સાઈડના દબાણોને દૂર કરવામાં આવી રહ્યા છે ત્યારે બુધવારે સવારે પાલિકાના કમિશ્નર સહિતનો કાફલો સામાકાંઠે નટરાજ ફાટક પાસે પહોચ્યો હતો અને ત્યાં કરવામાં આવેલા દબાણો તેમજ વેજીટેબલ રોડ ઉપર જે દબાણો કરવામાં આવ્યા હતા તેને સ્થાનિક લોકોએ જાતે દૂર કર્યા હોય તેના ઉપર સરકારી બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું અને આ જગ્યા ઉપર જેટલા પણ ખાણી-પીણીની હોટલ સહિતના દબાણો હતા તેને તોડવામાં આવ્યા હતા વધુમાં કમિશ્નર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે આગામી ૨૪ અઠવાડીયા સુધી જુદા જુદા વિસ્તારમાં મુખ્ય માર્ગ ઉપર કરાયેલા દબાણોને દૂર કરવા માટેનો એક્શન પ્લાન તૈયાર છે અમે દર સપ્તાહમાં એક રોડની આજુબાજુના દબાણોને દૂર કરવામાં આવશે જેથી લોકો જાતે તેમના દબાણોને દૂર કરીને મહાપાલિકાને સહયોગ આપશે તો તેમણે ઓછું નુકશાન થશે અને પાલિકાને બુલડોઝર ફેરવવાની જરૂર પડશે નહીં. વધુમાં તેમણે કહ્યું હતું કે, દબાણોના લીધે રોડની પહોળાઇ ઘટી જાય છે અને પાર્કિંગ સહિતના પ્રશ્નો ઊભા થાય છે જેથી કરીને મહાપાલિકાએ સૌથી પહેલા રોડ ઉપરના દબાણ દૂર કરવા માટેની ઝુંબેશ શરૂ કરેલ છે. અહીં એ વાત જણાવી દઈએ કે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી છે જેમાં લારી ગલ્લા હટાવી દીધાં છે કાચા પાકા બાંધકામ પણ દુર કરાવ્યા છે પણ લારી ગલ્લા મોડી સાંજે ફરી થી ગોઠવાઇ જાય છે તેવું ધ્યાને આવતા દિવસે સરકારી જમીન પરથી કાચા પાકા દબાણો દૂર કરવાની કામગીરી કરાશે જ્યારે રાત્રે લારી ગલ્લા હટાવવાની કામગીરી હાથ ધરી છે. ત્યારે અહીં મોરબી મહાનગરપાલિકા આ ધડો લેશે ખરા?તેવો સવાલ જાગૃત નાગરિકો એ ઉઠાવ્યો છે.

 

Back to top button
error: Content is protected !!