GARUDESHWARNANDODNARMADA

નર્મદાના ગરુડેશ્વર તાલુકાના જેતપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા આયુષ્માન કાર્ડની ડોર ટુ ડોર સરાહનીય કામગીરી

નર્મદાના ગરુડેશ્વર તાલુકાના જેતપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા આયુષ્માન કાર્ડની ડોર ટુ ડોર સરાહનીય કામગીરી

 

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેતપુર હેઠળ આવતા સાત ગામોમાં ડોર ટુ ડોર જઈ અત્યારસુધી ૪૦૮૪ જેટલા આયુષ્માન કાર્ડ બનાવ્યા

 

રાજપીપળા: જુનેદ ખત્રી

 

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ગરીબ લાભાર્થી દર્દીઓ ગંભીર પ્રકારના રોગો માટે પ્રાઇવેટ હોસ્પિટલોમાં દસ લાખ સુધીની મફત સારવાર કરાવી શકે છે ત્યારે સરકાર દ્વારા આ કામગીરીને ઝડપી બનાવવામાં આવી છે સામાન્ય ગરીબ વર્ગના લોકો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ લઈ શકે તે માટે નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર આયુષ્માન કાર્ડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના જેતપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા રાજેન્દ્રકુમાર અરવિંદભાઈ તડવી એમ પી એચ ડબલ્યુ સહિત કર્મચારીઓ જેતપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતા ગામોમાં ડોર ટુ ડોર જઈ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ બનાવી આપવાની કામગીરી કરી રહ્યા છે ઉપરાંત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના વિશે લાભાર્થીઓને વિસ્તૃત સમજ આપી ગુજરાત રાજ્યમાં કયા હોસ્પિટલમાં કેવા રોગ માટે સારવાર મેળવી શકાય તે બાબતે સરકાર દ્વારા જાહેર કરાયેલ હોસ્પિટલોની યાદી સાથે સમજણ આપી રહ્યા છે

 

અત્યાર સુધી જેતપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતા સાત ગામોમાં કુલ ૪૦૮૪ જેટલા આયુષ્માન કાર્ડ બનાવી આપવાની સરાહનીય કામગીરી કરવામાં આવી છે જેથી ગરીબ આદિવાસી પરિવારો જરૂરત સમયે કેન્દ્ર સરકારની આરોગ્યને લાગતી મહત્વની યોજનાનો લાભ લઈ શકે તેવા પ્રયાસ કરાઇ રહ્યા છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!