GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી આવાસ મેલડી મંડળ દ્વારા પ્રથમ સમુહલગ્ન નું આયોજન : 5 યુગલો લગ્નગ્રંથીથી જોડાશે

MORBI:મોરબી શ્રી આવાસની મેલડી મંડળ દ્વારા પ્રથમ સમુહલગ્ન નું આયોજન : 5 યુગલો લગ્નગ્રંથીથી જોડાશે

 

 

કન્યાઓને કરીયાવરમાં સોના ચાંદી આભૂષણો સહિત 111 ચીજવસ્તુઓ ભેટ

મોરબી શ્રી આવાસની મેલડી મંડળ દ્વારા માં બાપ વિહોણી તેમજ નિરાધાર દિકરીઓનો પ્રથમ સમૂહલગ્નનું ફાગણ વદ-૨ તા. ૧૬-૦૩-૨૦૨૫, ને રવિવારના રોજ આયોજન કરવામાં આવ્યું છે.


શહેરના દલવાડી સર્કલ પાસે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીના ગ્રાઉન્ડમાં શ્રી આવાસની મેલડી મંડળ દ્વારા ફાગણ વદ-૨ તા. ૧૬-૦૩-૨૦૨૫, ને રવિવારના રોજ પ્રથમ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માં બાપ વિહોણી તેમજ નિરાધાર 5 દિકરીઓનો પ્રભુતામાં પગલાં પાડશે આ સમૂહલગ્નમા દાતાઓના સહયોગથી દીકરીઓને કરીયાવરમાં સોના ચાંદીના આભૂષણોથી લઈ જીવનજરૂરીઆતની કિંમતી 111 ચીજવસ્તુઓની ભેટ આપવામાં આવશે. આ સમૂહલગ્નમાં 5 યુગલો લગ્નગ્રંથીથી જોડાશે જેને સંતો મહંતો, રાજકીય આગેવાનો,સમાજના આગેવાનો ઉપસ્થિત રહીને આશીવચન પાઠવશે.આ સમૂહલગ્નને સફળ બનાવવા ભુવાશ્રી પ્રદીપભાઈ ચાવડા, ડો.ગણેશ નકુમ, મનસુખભાઇ સોનગ્રા સહિત આવાસની મેલડી યુવા ગ્રુપના કાર્યકરોની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

Back to top button
error: Content is protected !!