MORBI:શોકમગ્ન મોરબી: લોકલાડીલા નેતા કિશોરભાઈ ચિખલિયાની અંતિમ યાત્રામાં ઉમટ્યું માનવ મહેરામણ

MORBI:શોકમગ્ન મોરબી: લોકલાડીલા નેતા કિશોરભાઈ ચિખલિયાની અંતિમ યાત્રામાં ઉમટ્યું માનવ મહેરામણ
મોરબી જિલ્લા રાજકારણના દિગ્ગજ અને નિડર નેતા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલિયાના નિધનથી સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. આજે તેમની અંતિમ યાત્રામાં જે રીતે જનસૈલાબ ઉમટી પડ્યો, તે દ્રશ્યો સાક્ષી પૂરતા હતા કે મોરબીએ માત્ર એક રાજકીય નેતા જ નહીં, પરંતુ એક સાચો લોકસેવક ખોયો છે.
કિશોરભાઈ ચિખલિયા તેમની સ્પષ્ટવક્તા અને નિડર શૈલી માટે જાણીતા હતા. લોકોના પ્રશ્નો માટે હંમેશા અગ્રેસર રહેતા કિશોરભાઈની અંતિમ વિદાય વખતે વાતાવરણ ગમગીન બની ગયું હતું. રાજકીય પક્ષોના ભેદભાવ ભૂલીને વિવિધ ક્ષેત્રના આગેવાનો, કાર્યકરો અને સામાન્ય નાગરિકો મોટી સંખ્યામાં તેમને શ્રદ્ધાંજલિ આપવા જોડાયા હતા.
જીવનની સાચી કમાણી અંતિમ યાત્રામાં ઉમટેલી ભીડ અને લોકોની આંખોમાં રહેલા આંસુ કહી રહ્યા હતા કે આ જ કિશોરભાઈના જીવનની સાચી કમાણી હતી. સત્તા હોય કે ન હોય, હંમેશા લોકોની વચ્ચે રહીને કાર્ય કરવાની તેમની પદ્ધતિએ તેમને જનતાના હૃદયમાં સ્થાન અપાવ્યું હતું.
”આ ભીડ જ સાબિતી છે કે કિશોરભાઈએ લોકોના કામ કરીને જે પ્રેમ કમાયો છે, તે કોઈપણ હોદ્દા કે સંપત્તિ કરતા અનેકગણો મોટો છે.
મોરબીએ આજે એક સાચો અને નિડર અવાજ ગુમાવ્યો છે.” – ઉપસ્થિત નાગરિકોના સૂર રાજકીય જગતમાં મોટી ખોટ
તેમના નિધનથી કોંગ્રેસ પક્ષે એક મજબૂત સ્તંભ ગુમાવ્યો છે, તો બીજી તરફ મોરબીના સામાજિક અને રાજકીય ક્ષેત્રે ક્યારેય ન પુરાય તેવી ખોટ પડી છે. અંતિમ યાત્રામાં જોડાયેલા તમામ લોકોએ ભારે હૈયે કિશોરભાઈને વિદાય આપી હતી.











