MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વરા શહેરની ઐતિહાસિક ઇમારતો રોશનીથી ઝળહળશે

MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વરા શહેરની ઐતિહાસિક ઇમારતો રોશનીથી ઝળહળશે
મોરબી મહાનગરપાલિકા ની ઈલેક્ટ્રીક શાખા દ્વારા શહેરની મુખ્ય ઐતિહાસિક ઈમારતોને રોશની થી ઝળહળતી કરવામાં આવનાર છે, મોરબીમાં અનેક ઐતિહાસિક ઈમારતો આવેલી છે તાજેતરમાં મોરબી મનપાની ઇલેક્ટ્રીક શાખા એ શહેરની વિવિધ ઈમારતોને જુદા- જુદા શેડ માં રોશની થી શણગાર કરવા માટે ટેન્ડર પ્રોસેસ કરવામાં આવ્યું છે, આગામી સમય માં મોરબી મહાનગરપાલિકા ની ઈલેક્ટ્રીક શાખા દ્વારા શહેરની ઇમારતો લાઇટિંગ શેડ થી શણગારવામાં આવનાર છે, જેમાં ગ્રીન ટાવરને દેશના તિરંગાની થીમ તેમજ અન્ય વિવિધ લાઇટિંગ થી સુશોભિત કરવામાં આવનાર છે ગ્રીન ટાવરમાં દેશના તિરંગાની થીમના ત્રણેય કલરનો નયનરમ્ય નજારો આગામી સમય માં મોરબી વાસીઓને જોવા મળશે, તેમજ મોરબી મનપાની ઇલેક્ટ્રીક શાખા મણીમંદિર માં પણ વિવિધ રોશનીના સેડ દ્વારા શણગાર કરવામા આવનાર છે , રાજાશાહી સમયના માણીમંદિર ની રોશનીના શણગાર થી શાનમાં વધારો થસે , સમગ્ર પણે મણિમંદિરમાં લાઇટિંગના શેડ વિવિધ રીતે ગોઠવવામાં આવશે , જેમાં અલગ અલગ જગ્યાઓ પર વિવિધ રીતે લાઇટિંગ ની ગોઠવણ થસે . જેનાથી સમગ્ર મણી મંદિરનો નજારો અત્યંત સુંદર બનાવવા માટે ઇલેક્ટ્રિક શાખાના અધિકારીઓ – કર્મચારી ઓ મહેનત કરી રહ્યા છે, મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરની ઐતિહાસિક ઇમારતો વિવિધ લાઇટિંગ ડેકોરેશનથી ઝળહળતી કરવામાં આવનાર છે,







