HALVAD:હળવદમાં બે અસામાજીક તત્વોનું ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવ્યું
HALVAD:હળવદમાં બે અસામાજીક તત્વોનું ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવ્યું
મોરબીના એસપી રાહુલ ત્રિપાઠીએ અસામાજીક તત્વોની યાદી તૈયાર કરીને અસરકારક કામગીરી કરવા માટે સૂચના આપેલ હતી જેથી ડીવાયએસપી સમીર સારડાના માર્ગદર્શન હેઠળ હળવદના પીઆઇ અર.ટી.વ્યાસ અને તેની ટીમે અને મામલતદાર, પીઆઇ સહિતના હાજર રહ્યા હતા.અસામાજીક તત્વોની યાદી બનાવેલ હતી અને અસમાજીક પ્રવૃતીઓ જેવી કે ચોરી, મારામારી, દારૂ વેચાણ, લૂંટ જેવા ગુનામાં સંડોવાયેલ કુલ ૧૦ આરોપીના ગેરકાયદે દુકાન, મકાન, હોટેલ તોડી પાડવામાં આવેલ છે અને ૮ આરોપીના વીજ કનેક્શન કટ કરીને રોકડ ૧૧,૯૫,૦૦૦ નો દંડ કરેલ છે. દરમ્યાન મંગળવારના રોજ વ્યાજવટાવ તથા મારામારીના ગુનાઓમાં સંડોવાયેલ તત્વોની સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને હળવદ માર્કેટ યાર્ડની સામે રહેતા બટુકભાઇ બાબુભાઇ કાંકરેયા જે વ્યાજવટાવ તથા મારામારીમાં સંડોવાયેલ હતો તેનું હળવદ માર્કેટીંગ યાર્ડની સામે રહેણાંક મકાન ડિમોલિશન કરેલ છે અને આશરે 550 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવેલ છે અને જે જમીનની કિંમત ૧૧,૩૭,૩૦૦ થાય છે અને ઘનશ્યામપુર ગામે રહેતા રાજેન્દ્રસિંહ દિલીપભાઇ લીંબોલા જે મારામારી તથા લુંટના ગુનામાં સંડોવાયેલ છે તેને સરકારી જમીન ઉપર કબ્જો કરેલ હતો જે જમીન આશરે ૪૦૪૬ ચોરસ મીટર અને તેની કિંમત ૫૯,૯૯,૫૮૦ થાય છે આ બંને સરકારી જમીન આજે ખુલ્લી કરાવવામાં આવેલ છે.