GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના જાંબુડિયા ગામે સરકારી જગ્યામાં ખડકાયેલા દબાણ ઉપર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું

 

MORBI:મોરબીના જાંબુડિયા ગામે સરકારી જગ્યામાં ખડકાયેલા દબાણ ઉપર તત્રનું બુલડોઝર ફરી વળ્યું

 

 

મોરબી તાલુકાના જાંબુડીયા ગામે સર્વે નંબર 144 પૈકીની સરકારી ખરાબાની જમીનમાંથી 2500 ચોરસ મીટર જમીન વિચરતી જાતિના લોકોને રહેણાંક હેતુ માટે મકાન બનાવવા કલેકટર દ્વારા માર્ચ 2022માં વિનામૂલ્યે ફાળવવામાં આવી હતી. અને પંચાયતને માપણી કરી ફાળવેલ ક્ષેત્રફળ મુજબનો લે આઉટ પ્લાન બનાવી કબજો સોપવા સૂચના કરેલ હતી. પરંતુ માપણી થઈને લે આઉટ પ્લાન તૈયાર થાય ત્યાં સુધીમાં ગરીબોને ફાળવેલા જમીનમાં નાના મોટા કાચા પાકા દબાણો થઈ ગયેલ હતા. પરિણામે આ ગરીબ લાભાર્થીઓને પ્લોટનો કબજો સોપી શકાયેલ નહીં.

જેથી મોરબી જિલ્લા કલેકટર કિરણ ઝવેરીની સૂચનાથી આજરોજ મોરબી ગ્રામ્ય મામલતદાર નિખિલ મહેતાએ નાયબ મામલતદાર ઝાલા તથા તાલુકા પંચાયતના સ્ટાફ સાથે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજરોજ દબાણો ખુલ્લા કરાવી ગરીબોને ફાળવેલ જગ્યા ખુલ્લી કરાવેલ હતી. આ તકે ગ્રામ્ય મામલતદાર નિખિલ મહેતાએ ગરીબોને ફાળવેલ જમીનની આજુબાજુ આવેલા કાચા રહેણાક મકાનોને વરસાદી વાતાવરણના લીધે કંઈ નુકસાન ન થાય તેની તકેદારી રાખી નાગરિકોની સુવિધા નો પણ ખ્યાલ રાખેલ હતો.

Back to top button
error: Content is protected !!